
ભારતમાં ભિખારીઓની માસિક આવક સ્થાન, ભીડ કે શહેર પર આધાર રાખે છે. કોઈ સત્તાવાર સર્વેક્ષણ ભિખારીઓની આવકનો સચોટ ડેટા પ્રદાન કરતું નથી પરંતુ એવો અંદાજ છે કે, એક સામાન્ય ભિખારી દરરોજ 100-500 રૂપિયા કમાય છે.

ટૂંકમાં માસિક આવક 3,000-15,000 રૂપિયાની વચ્ચે થાય છે. બીજી તરફ દિલ્હી, મુંબઈ, કોલકાતા અથવા લખનૌ જેવા મોટા શહેરોમાં ભિખારી દરરોજ 500-1000 રૂપિયા એટલે કે દર મહિને 15,000-30,000 રૂપિયા કમાઈ શકે છે. દેશમાં આવા ઘણા ભિખારીઓ છે, જેમની માસિક આવક તમને આશ્ચર્યચકિત કરી શકે છે.

મીડિયા રિપોર્ટસ અનુસાર, ભારતના અમીર ભિખારીઓની યાદીમાં પહેલું નામ મુંબઈના ભરત જૈનનું છે. ભારતના સૌથી અમીર ભિખારી ગણાતા ભરત જૈન 16 વર્ષની ઉંમરથી ભીખ માંગી રહ્યા છે અને દર મહિને 30,000 રૂપિયા સુધી કમાય છે.

બિહારના પટનામાં રહેતી સરવતિયા દેવી દર મહિને 50,000 રૂપિયા સુધી કમાય છે અને વાર્ષિક 36,000 રૂપિયાનું વીમા પ્રીમિયમ ચૂકવે છે. કૃષ્ણ કુમાર ગીતે મુંબઈમાં ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે.

કૃષ્ણ કુમાર ગીતે દરરોજ 1500 રૂપિયા કમાય છે, જેનાથી તેમને 45,000 રૂપિયાની માસિક આવક થાય છે. સંભાજી કાલે મુંબઈના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહે છે અને ભીખ માંગીને દરરોજ 1500 રૂપિયા કમાય છે.
Published On - 5:27 pm, Sat, 2 August 25