
જો તમે હોમ લોન લેવા જઈ રહ્યા છો, તો તમારી પાસે આવકનું સ્ટેટમેન્ટ, સેલેરી સ્લિપ, ફોર્મ 16, બેંક સ્ટેટમેન્ટ, છેલ્લા બે કે ત્રણ વર્ષનું ITR રિટર્ન, ઉંમરનો પુરાવો, સરનામાનો પુરાવો, ફોટો ઓળખ કાર્ડ અને મિલકતના દસ્તાવેજો વગેરે જેવા દસ્તાવેજો હોવા જરૂરી છે.

જો તમારી પાસે આ દસ્તાવેજો છે તો તમારી હોમ લોન મંજૂર થવાની શક્યતાઓ વધી જાય છે. હોમ લોન લેતી વખતે, તમારે હિડર્ન ચાર્જ વિશે તપાસ કરવી જોઈએ જેથી તમને પાછળથી સમસ્યાઓનો સામનો ન કરવો પડે.

હોમ લોન લેતી વખતે તમારે ડાઉન પેમેન્ટના પાસાને પણ ધ્યાનમાં લેવું જોઈએ. આ સિવાય હોમ લોન લેતી વખતે વ્યાજ દર પણ ચોક્કસ તપાસો. જો વ્યાજ દર વધારે હશે તો તમારી હોમ લોનની EMI વધી જશે. (Image - Freepik)