કોઈપણ દેશની સુરક્ષાનો આધાર તેની સેના પર હોય છે. જો સેના મજબૂત હશે તો દેશ પર બહારના હુમલાનો ખતરો ઓછો રહેશે.
વિશ્વના તમામ દેશો દર વર્ષે તેમની જીડીપીનો મોટો હિસ્સો તેમની સેનાને મજબૂત કરવા અને તેને યુદ્ધ માટે હંમેશા તૈયાર રાખવા માટે ખર્ચ કરે છે. ત્યારે જાણીશું કે, વિશ્વમાં કયા દેશની સેના સૌથી મોટી છે.
ચીન પાસે વિશ્વની સૌથી મોટી સેના છે. ચીન પાસે લગભગ 20 લાખ સક્રિય સૈનિકો છે. તે પીપલ્સ લિબરેશન આર્મી (PLA) તરીકે ઓળખાય છે.
આ યાદીમાં ભારત બીજા સ્થાને છે. ભારત પાસે વિશ્વની બીજી સૌથી મોટી સેના છે. ભારતીય સેનામાં જવાનોની સંખ્યા 14.56 લાખ છે.
અમેરિકા વિશ્વની ત્રીજી સૌથી મોટી સેના ધરાવે છે. અમેરિકન આર્મીમાં સૈનિકોની સંખ્યા 13.28 લાખ છે. આ દેશો પછી રશિયા છે. રશિયા પાસે વિશ્વની ચોથી સૌથી મોટી સેના છે. રશિયન આર્મીમાં સૈનિકોની સંખ્યા 13.20 લાખ છે.
રશિયા બાદ ઉત્તર કોરિયા પાસે સૌથી મોટી સેના છે. ઉત્તર કોરિયાની સેનામાં સૈનિકોની સંખ્યા 12.80 લાખ છે. આ પછી યુક્રેન આવે છે. યુક્રેનની સેનામાં સૈનિકોની સંખ્યા 9 લાખ છે. તો પાકિસ્તાનની સેનામાં સૈનિકોની સંખ્યા 6.54 લાખ છે.