
ઓબીસી/એસસી/એસટી દરજ્જાને સમર્થન આપતું પ્રમાણપત્રમાં કોઇ છેડછાત કરવામાં આવશે તો IAS પદ માટે ગેરલાયક ઠેરવવામાં આવશે.

તમારા માતાપિતા જ્યાં રહેતા હોય તેવા પ્રમાણપત્રો આપવા માટે તે જિલ્લાની સરકાર દ્વારા અધિકૃત કરેલ જિલ્લા અધિકારી/પેટા-વિભાગીય અધિકારી/કોઈપણ અન્ય અધિકારી દ્વારા જાહેર કરાયેલ પ્રમાણપત્ર. જો માતા-પિતા મૃત્યુ પામે છે, તો અરજદાર સામાન્ય રીતે જે જીલ્લામાં રહે છે તે અરજી કરશે આ તમામ માહિતી યોગ્ય અને સચોટ અને સાચી આપવાની રહેશે.

વિકલાંગતા પ્રમાણપત્ર , જે કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા રચાયેલ મેડિકલ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવે છે તે દસ્તાવેજ યોગ્ય હોવા ખુબ જરૂરી છે.

નોન-ક્રીમી લેયર ઓબીસી સ્ટેટસને સમર્થન આપતા દસ્તાવેજો, નોન-ક્રીમી લેયર ઓબીસી ક્લેમનું સમર્થન આપતા દસ્તાવેજ ખોટા કે છેડછાડ વાળા હશે તો પણ ઉમેદવાર અયોગ્ય ગણાશે.

વય છૂટછાટના દાવાને સમર્થન આપતા પ્રમાણપત્ર આમાં OBC/ST/SC સ્થિતિ પ્રમાણપત્ર અને/અથવા વિકલાંગતા પ્રમાણપત્ર યોગ્ય અને સાચા આપવા જરૂરી છે, તેમાં કરેલી ઘાલમેલ તમને ભવિષ્યમાં ખુબ નુકસાન પહોંચાડી શકે છે.