કાર્યકરોની વિશાળ મેદની જોઈને પીએમ મોદી તેમનો કાફલો ઉભો રાખ્યો હતો, અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
અનેક લોકો પીએમ મોદીની એક ઝલક નિહાળ્યા બાદ તેમણે પુષ્પોથી વધાવી લીધા હતા.
રસ્તા પર હજારો લોકો પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવા માટે ઉમટી પડ્યા હતા.
ઠેર- ઠેર પીએમ મોદીની સુરક્ષા માટે જવાનોનો કાફલો સજ્જ જોવા મળ્યો હતો. કાર્યકરોમાં પીએમ મોદીની એક ઝલક મેળવવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
લોકોએ આજે ઢોલ નગારાં વગાડીને પીએમ મોદીનું ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું હતું. લોકો પીએમ મોદીના સન્માનમાં અનેક બલૂન્સ લઈને પહોંચ્યા હતા.
પીએમ મોદીએ કાર્યકરોનો ઉત્સાહ વધારવા માટે તેમનો કાફલો રોકીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
મહિલાઓ અને બાળકો સહિત અનેક લોકો આજે પીએમ મોદીના સ્વાગત માટે સરદાર પટેલ સ્ટેડિયમની બહાર ઉમટી પડ્યા હતા.