WhatsApp Tips and Tricks: નંબર સેવ કર્યા વિના આવી રીતે મોકલો મેસેજ, આ સરળ સ્ટેપ્સ કરો ફોલો

|

Sep 16, 2022 | 5:07 PM

WhatsApp Tricks: ઘણી વખત એવું બને છે કે આપણે વોટ્સઅપમાં (WhatsApp) એવી વ્યક્તિને મેસેજ કરવા માંગીએ છીએ જે આપણો મિત્ર નથી, આવી પરસ્થિતિમાં આપણે નંબર સેવ કરવા નથી માંગતા. આજે અમે તમને આવી જ કેટલીક ટ્રિક્સ જણાવીશું, જેને ફોલો કરીને તમે નંબર સેવ કર્યા વગર જ મેસેજ મોકલી શકશો.

1 / 5
WhatsApp Tips and Tricks: ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સઅપ એ એકબીજા સાથે જોડાયેલા રહેવાનું સૌથી બેસ્ટ માધ્યમ છે, એપમાં યુઝર્સની સુવિધા માટે મેસેજિંગથી લઈને વીડિયો કોલિંગ સુધીની ઘણી ઉપયોગી સુવિધાઓ છે. હજુ પણ એવા ઘણા ફીચર્સ છે જેની યુઝર્સ રાહ જોઈ રહ્યા છે પરંતુ હજુ પણ એ ફીચર્સ એપમાં એડ કરવામાં આવ્યા નથી, આમાંથી એક ફીચર્સ છે કોન્ટેક્ટ નંબર સેવ કર્યા વગર મેસેજ મોકલવાની રીત. ઘણી વખત એવું બને છે કે આપણે એવી કોઈ વ્યક્તિને મેસેજ કરવો પડે છે જે આપણા માટે અજાણ્યો હોય અથવા આપણા ફ્રેન્ડ સર્કલમાં ન હોય અને આપણે આવા લોકોનો નંબર સેવ કરવા માંગતા નથી. આવો અમે તમને કેટલીક સરળ ટ્રિક્સ જણાવીએ કે તમે નંબર સેવ કર્યા વગર કેવી રીતે મેસેજ મોકલી શકશો.

2 / 5
વેબ બ્રાઉઝરથી મેસેજ મોકલવાની રીત: સૌથી પહેલા તમારા ફોનમાં વેબ બ્રાઉઝર ઓપન કરો અને પછી સર્ચ બારમાં http://wa.me/+91ની આગળ મોબાઈલ નંબર લખો, જેના પર તમે મેસેજ મોકલવા માંગો છો. 91 એ ઈન્ડિયાનો કોડ છે, તમે જેને મેસેજ કરવા માંગો છો તેના દેશના કોડ પછી નંબર લખો.

3 / 5
નંબર ટાઈપ કર્યા પછી લિંક ઓપન કરવા માટે એન્ટર દબાવો. એન્ટર થતાની સાથે જ તમારી સ્ક્રીન પર વોટ્સએપ ઓપન થશે, આ સિવાય તમને કન્ટીન્યૂ ચેટનો ઓપ્શન જોવા મળશે.

4 / 5
કન્ટીન્યૂ ચેટ પર ક્લિક કર્યા પછી તમે નંબર સેવ કર્યા વગર જેની સાથે ચેટ કરવા માંગો છો તેની સાથે એક ચેટ બોક્સ ખુલશે.

5 / 5
Truecaller દ્વારા આ રીતે મેસેજ મોકલો: સૌથી પહેલા ટ્રૂકોલર એપ ઓપન કરો, આ પછી સર્ચ બારમાં તે વ્યક્તિનો નંબર એન્ટર કરીને સર્ચ કરો જેને તમે મેસેજ કરવા માંગો છો. સર્ચ કર્યા પછી તે વ્યક્તિનું નામ દેખાશે, તેના નામ પર ક્લિક કર્યા પછી તે વ્યક્તિની પ્રોફાઇલ ઓપન થઈ જશે. આ પછી થોડું નીચે સ્ક્રોલ કરો, જો સામેની વ્યક્તિ વોટ્સઅપ પર હશે તો તમને વોટ્સઅપ બટન દેખાશે. આ વિકલ્પ પર ક્લિક કરતાની સાથે જ ચેટ બોક્સ ખુલશે અને તમે આવા નંબર સેવ કર્યા વગર મેસેજ મોકલી શકશો.

Next Photo Gallery