વોટ્સએપના આ ફીચરથી તમે પોતાને જ કરી શકશો મેસેજ, જાણો તમને કેવી રીતે થશે ઉપયોગી

|

Nov 29, 2022 | 12:45 PM

વોટ્સએપનું આ ફીચર પહેલા પણ ઘણા લોકો એક ટ્રિકની મદદથી ઉપયોગ કરી શકતા હતા. પરંતુ હવે તેને ઓફિશિયલી જાહેર કરી દીધું છે. આ ફીચર કેવી રીતે કરશે કામ ચાલો જાણીએ.

1 / 5
વોટ્સએપ પોતાના યુઝર્સ એક્સપીરિયન્સને વધુ સારો બનાવવવા માટે નવા ફીચર્સ લાવતું રહે છે જેમાં હવે કંપનીએ એક નવું ફીચર જાહેર કરી રહી છે. જેનાથી યુઝર્સ પોતાને પણ વોટ્સએપ મેસેજ સેન્ડ કરી શકશે. આ ફીચરનું નામ કંપનીએ Message Yourself રાખ્યુ છે.

2 / 5
વોટ્સએપનું આ ફીચર પહેલા પણ ઘણા લોકો એક ટ્રિકની મદદથી ઉપયોગ કરી શકતા હતા. પરંતુ હવે તેને ઓફિશિયલી જાહેર કરી દીધું છે. WhatsApp Message Yourself ફીચરથી યુઝર્સ કોઈ મહત્વના મેસેજ, નોટ્સ અથવા રિમાઈન્ડર ક્રિએટ કરી શકે છે.

3 / 5
આ ફીચરને iPhone અને Android બંન્ને સ્માર્ટફોન્સ માટે રજુ કરવામાં આવ્યું છે. તેનો ઉપયોગ કરી યુઝર્સ ખુદને વોટ્સએપ પર મેસેજ, ફોટો, વીડિયો અને ઓડિયો પણ સેન્ડ કરી શકશે. કંપનીએ કહ્યું કે આ ફીચર તબક્કાવાર તમામ યુઝર્સ માટે રિલીઝ કરવામાં આવશે.

4 / 5
તમામ યુઝર્સ થોડા સમય બાદ આ ફીચરનો ઉપયોગ કરી શકશે. જેને આગામી અઠવાડીયામાં રોલ આઉટ કરી દેવામાં આવશે. એટલે તમારે આ ફીચર માટે થોડી રાહ જોવી પડી શકે છે. ત્યારે આ ફીચરનો ઉપયોગ કરવાની રીત ખુબ સરળ છે.

5 / 5
આ ફીચરનો ઉપયોગ કરવા માટે પહેલા તમારી એપ્લિકેશનને અપડેટ કરો. ત્યાર બાદ તમારે નવા ચેટના ઓપ્શનમાં જવું પડશે. અહીં પર તમને કોન્ટેક્ટમાં તમારા ખુદના નંબર પણ જોવા મળશે. તમે આ નંબર સિલેક્ટ કરી પોતાના સાથે ચેટ કરી શકો છો. આ સિવાય કંપની બીજા ઘણા ફીચર્સ પર કામ કરી રહી છે જે આગામી સમયમાં જોવા મળી શકે છે.

Next Photo Gallery