
આ સિવાય તાજેતરમાં WABetaInfo એ જણાવ્યું હતું કે Windows બીટા યુઝર્સને મેસેજ યોરસેલ્ફ ફીચર મળી રહ્યું છે. તે ડેસ્કટૉપ વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે જેમણે Microsoft Store પરથી Windows 2.2248.2.0 અપડેટ માટે લેટેસ્ટ બીટા વર્ઝન ઇન્સ્ટોલ કર્યું છે. આગામી દિવસોમાં આ ફીચર વધુ યુઝર્સ માટે રોલઆઉટ થવાની આશા છે.

'મેસેજ યોરસેલ્ફ' ફીચરની મદદથી વોટ્સએપ યુઝર્સ પોતાની જાતને ટેક્સ્ટ, મીડિયા અને નોટ્સ મોકલી શકે છે. અત્યારે યુઝર્સ પોતે મેસેજ મોકલવા માટે અલગ-અલગ ટ્રિક્સ વાપરે છે, પરંતુ આ ફીચર આવ્યા બાદ યુઝર્સને ઘણી સરળતા મળશે.