
આ સાથે તમને જણાવી દઈએ કે વોટ્સએપમાં ડ્રેગ એન્ડ ડ્રોપનું ફીચર પણ રજૂ કરવામાં આવ્યું છે. આની મદદથી યુઝર્સ અન્ય એપ્સમાંથી કોઈપણ મીડિયા ફાઈલને સીધા જ WhatsApp ચેટ વિન્ડોમાં ડ્રોપ કરી શકે છે.

ડ્રેગ એન્ડ ડ્રોપ ફીચરનો ઉપયોગ યુઝર્સ વોટ્સએપ ચેટમાં અન્ય એપ્સમાંથી ઈમેજ, વીડિયો અને ડોક્યુમેન્ટ્સ શેર કરવા માટે કરી શકે છે. નવા ફીચર્સને ઉપયોગ કરવા માટે, વપરાશકર્તાઓએ તેમની એપ્લિકેશન અપડેટ કરવી પડશે.