
wabetainfo એ નવા ફીચરનો સ્ક્રીનશોટ શેયર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે વેબ વર્ઝન પર તારીખ પ્રમાણે મેસેજ સર્ચ કરવાનો વિકલ્પ દેખાઈ રહ્યો છે. આ નવું ફીચર બીટા ટેસ્ટિંગ બાદ બહાર પાડવામાં આવશે.

તમને જણાવી દઈએ કે વોટ્સએપે હાલમાં જ 32 યુઝર્સ સાથે વીડિયો કોલિંગનો વિકલ્પ બહાર પાડ્યો છે. અગાઉ, ગ્રુપ વીડિયો કોલમાં 15 સભ્યોનો વિકલ્પ હતો. નવી સુવિધા હાલમાં iOS યુઝર્સ માટે રજૂ કરવામાં આવી છે. એન્ડ્રોઇડ યુઝર્સે રાહ જોવી પડશે.