
હવે બેકઅપ સેટિંગ પસંદ કરીને, બેકઅપ સેટિંગ પર ટેપ કરો અને બેકઅપ ફ્રીક્વન્સી જુઓ. અહીં તમારે ચેક કરવાનું રહેશે કે તમે વીડિયોને ચેટ ટ્રાન્સફરમાં રાખવા માંગો છો કે નહીં. હવે બેક અપ નાઉ પર ટેપ કરો, જેથી પ્રોસેસ શરૂ થઈ શકે.

હવે, તમે જે ચેટને ટ્રાન્સફર કરવા માંગો છો તેના પર ટેપ કરો. આ પછી, સ્ક્રીનની ટોચ પર ગ્રુપ ચેટ અથવા સંપર્કનું નામ દેખાશે. નીચે સ્વાઇપ કરો અને 'એક્સપોર્ટ ચેટ' પસંદ કરો. મેઇલ વિકલ્પ પસંદ કરો, પછી તમારું ઇમેઇલ લખો અને પછી સેન્ડ પર જાઓ. શેર કરવા માટે 'Gmail' પસંદ કરો.

WhatsApp બેકઅપ ફાઇલ જોડાણ સાથે એક ઈમેલ ખુલશે. વોટ્સએપ બેકઅપ ફાઈલ સાથે જોડાયેલ ઈમેલ મોકલવા માટે 'સેન્ડ' પર ટેપ કરો. જે તમે Gmail પર તમારી WhatsApp ચેટ હિસ્ટ્રી સેવ કરી છે. તેને તમે તમારા Gmail એકાઉન્ટમાં સાઇન ઇન કરીને કોઈપણ ડિવાઈસ પર તમારી ચેટ્સ વાંચી શકો છો. (All Photos Credit: Google)