Google Meet-Zoom ને ટક્કર આપવા WhatsApp એ બનાવ્યો પ્લાન ! આવી રહ્યું છે આ ખાસ ફીચર

|

Sep 27, 2022 | 3:19 PM

આ લેટેસ્ટ વોટ્સએપ ફીચરની મદદથી યુઝર્સ વોઈસ અને વીડિયો કોલ બંને માટે લીંક બનાવી અને શેર કરી શકશે. અત્યાર સુધી Google Meet અને Zoom પર મીટિંગ માટેની લિંક શેર કરવામાં આવતી હતી, પરંતુ હવે આ ફીચર WhatsApp પર પણ શરૂ કરવામાં આવી રહ્યું છે.

1 / 5
WhatsApp Call Links: ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ યુઝર એક્સપીરિયન્સને વધુ સારો બનાવવા માટે નવા ફીચર્સ એડ કરતું રહે છે. અત્યાર સુધી Google Meet અને Zoom પર મીટિંગ માટેની લિંક શેર કરવામાં આવતી હતી, પરંતુ હવે આ ફીચર WhatsApp પર પણ શરૂ કરવામાં આવી રહ્યું છે. આ લેટેસ્ટ વોટ્સએપ ફીચરની મદદથી યુઝર્સ વોઈસ અને વીડિયો કોલ બંને માટે લીંક બનાવી અને શેર કરી શકશે.

2 / 5
આપની જાણકારી માટે જણાવી દઈએ કે આ લેટેસ્ટ વોટ્સએપ ફીચરની માહિતી ફેસબુક પર માર્ક ઝુકરબર્ગ દ્વારા આપવામાં આવી છે. ફેસબુક પોસ્ટ પર લખવામાં આવ્યું છે કે, અમે આ અઠવાડિયાથી WhatsApp Call Links ફીચર રોલઆઉટ કરવાનું શરૂ કરી રહ્યા છીએ, આ ફીચરની મદદથી જો યુઝરને કોલની લિંક મળે છે, તો માત્ર એક જ ટેપમાં કોલ શરૂ કરી શકાશે.

3 / 5
આપને જણાવી દઈએ કે વોટ્સએપ યુઝર્સ વોઈસ અને વીડિયો કોલ માટે લિંક્સ બનાવી શકે છે અને તેમને તેમના મિત્રો અને પરિવારો સાથે ચેટ પર શેર કરી શકે છે. હવે તમારા મનમાં સવાલ ઉઠતો જ હશે કે કોલ લિંક બનાવવાનો વિકલ્પ ક્યાં જોવા મળશે.

4 / 5
આ વોટ્સએપ ફીચર મળ્યા પછી, તમારે કૉલ્સ ટેબ પર જવું પડશે, અહીં તમને કૉલ લિંક બનાવો વિકલ્પ મળશે. આપને જણાવી દઈએ કે અત્યારે યુઝર્સ ચાલુ કોલમાં જોડાઈ શકે છે, પરંતુ કોલ લિંક ફીચર યુઝર્સની સુવિધા માટે લાવવામાં આવી રહ્યું છે. આ સુવિધાના આગમન સાથે, તમે ફક્ત લિંક પર ટેપ કરીને વૉઇસ અને વીડિયો કૉલ્સમાં સરળતાથી જોડાઈ શકશો. વોટ્સએપ કોલ લિંક ફીચરનું રોલઆઉટ શરૂ થઈ ગયું છે અને ધીરે ધીરે આ ફીચર દરેક માટે ઉપલબ્ધ થશે.

5 / 5
આ ફીચર ટેસ્ટીંગમાં છેઃ માર્ક ઝુકરબર્ગ દ્વારા કરવામાં આવેલી પોસ્ટમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એન્ક્રિપ્ટેડ વીડિયો કોલિંગ ફીચરની મર્યાદા વધારીને 32 કરવા પર પણ કામ ચાલી રહ્યું છે, એટલે કે આવનારા સમયમાં 32 લોકો એકબીજા સાથે વાત કરી શકશે. હાલમાં, તે જાણી શકાયું નથી કે આ ફીચર યુઝર્સ માટે કેટલા સમય સુધીમાં રોલઆઉટ કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, હાલમાં માત્ર 8 લોકો જ વીડિયો કોલ પર જોડાઈ શકે છે.

Next Photo Gallery