
બાયોડેટા એટલે બાયોગ્રાફિકલ ડેટા. 80 અને 90ના દાયકામાં તેનો વધુ ઉપયોગ થતો હતો. સામાન્ય રીતે ઉમેદવાર વિશે મૂળભૂત માહિતી બાયોડેટામાં આપવામાં આવે છે. આમાં ઉમેદવારની જન્મ તારીખ, ધર્મ, લિંગ, સરનામું અને તે પરિણીત છે કે નહીં જેવી માહિતીનો સમાવેશ થાય છે. ખરા અર્થમાં તેનો ઉપયોગ નોકરી માટે થતો નથી.

હાલમાં વીડિયો રિઝ્યુમ ટ્રેન્ડમાં છે. ઘણી કંપનીઓ ઉમેદવારને વીડિયો રિઝ્યુમ મોકલવાનું કહે છે. આ એક પ્રકારનો વીડિયો છે. આમાં, એકથી બે મિનિટમાં તમારે તમારા વિશે, અનુભવ વિશે અને કુશળતા વિશે માહિતી આપવાની છે. તેથી આ વીડિયો બનાવતી વખતે તમારે ક્રમિક રીતે શું કહેવું છે તે નક્કી કરી લેવુ.