
હાથી જંગલનું સૌથી શક્તિશાળી પ્રાણી છે. આમ તો જોવામાં હાથી ખૂબ જ શાંત હોય છે પરંતુ જ્યારે તેને ગુસ્સો આવે છે, ત્યારે તે ખૂબ જ હિંસક બની જાય છે. એકવાર જો હાથીને ગુસ્સો આવી જાય તો, ત્યારબાદ તે તેની સામે આવતી દરેક વસ્તુને અસ્ત-વ્યસ્ત કરી નાખે છે.

હાથી એટલો બધો શક્તિશાળી હોય છે કે, જંગલનો રાજા સિંહ પણ તેનો સામનો કરવાની હિંમત કરી શકતો નથી. હાથીને પોતાની સામે જોઈને સિંહ તરત જ રફુચક્કર થઈ જાય છે.

હાથીને જ્યારે ગુસ્સો આવે છે, ત્યારે તે એક જ ઝાટકે પોતાની સૂંઢથી આખેઆખું ઝાડ પકડીને ઉખાડી નાખે છે. આ સાથે જ, તે માત્ર પગ નીચે કચડીને કોઈ પણ જીવનો જીવ લઈ શકે છે.

એવામાં શું તમે જાણો છો કે, હાથીની સૌથી મોટી નબળાઈ કઈ છે? આ સાથે જ સવાલ એ પણ થાય છે કે, હાથી આટલો શક્તિશાળી હોવા છતાં જંગલનો રાજા કેમ ન બની શક્યો?

હાથીની ત્વચા અત્યંત સંવેદનશીલ હોય છે. આમ જોવા જઈએ તો, તે કીડીઓ અને મધમાખીઓથી પણ ડરી જાય છે. આ સાથે જ, પોતાના ભારે વજનને કારણે તે એક જ જગ્યાએ ઊભો રહીને છલાંગ (કૂદકો) લગાવી શકતો નથી.

હાથી ક્યારેય બીજા પ્રાણીઓનો શિકાર કરતો નથી. જણાવી દઈએ કે, હાથી સંપૂર્ણપણે શાકાહારી હોય છે. આ ઉપરાંત, તેની દ્રષ્ટિ પણ ખૂબ જ નબળી હોય છે.

સિંહની જેમ હાથી હિંસક, ચપળ અને આક્રમક હોતો નથી. ટૂંકમાં, જ્યાં સુધી તેને ગુસ્સો ન આવે, ત્યાં સુધી તે ખૂબ જ શાંત રહે છે. આ કારણોસર તે જંગલનો રાજા બની શક્યો નથી.

સિંહની જેમ હાથી ગર્જના કરી શકતો નથી. વધુમાં જ્યારે સિંહ ગર્જના કરે છે, ત્યારે 8-8 કિલોમીટર દૂર સુધી જંગલ ધ્રૂજી ઊઠે છે. સિંહની ગર્જના સાંભળીને બીજા પ્રાણીઓની હાલત ખરાબ થઈ જાય છે, જ્યારે હાથીનો અવાજ ખૂબ જ સામાન્ય હોય છે.