સિગારેટના લાઇટરમાં કયો ગેસ હોય છે? જવાબ સપનામાં પણ નહીં વિચાર્યો હોય, LPG સમજવાની ભૂલ ન કરતા…

આજના સમયમાં આપણે રોજબરોજની ઘણી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ પરંતુ તે વસ્તુઓ કેવી રીતે કામ કરે છે, તેના વિશે આપણે ભાગ્યે જ વિચારતા હોઈએ છીએ. હાલમાં જ્યારે વિશ્વભરમાં ગેસ અને પેટ્રોલિયમ પેદાશોની ચર્ચા વધી રહી છે, ત્યારે સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના ગેસ વિશે અવનવી વાતો જાણવા મળી રહી છે.

| Updated on: Mar 22, 2026 | 5:59 PM
1 / 5
મિડલ ઈસ્ટમાં તણાવના કારણે ઘણા દેશોમાં ગેસ અને પેટ્રોલિયમ પેદાશોનું સંકટ ઊભું થયું છે. આ દરમિયાન લોકો સોશિયલ મીડિયા પર ગેસની ઉપલબ્ધતા અને તેના સ્ટોક વિશે માહિતી એકઠી કરી રહ્યા છે. એવામાં શું તમે જાણો છો કે, સિગારેટના લાઇટરમાં કયો ગેસ ભરવામાં આવે છે?

2 / 5
ઘણા રિપોર્ટ્સમાં સિગારેટના લાઇટરમાં ગેસ ભરવાની રીત વિશે જણાવવામાં આવ્યું છે. દાવા મુજબ, લાઇટરનો ઉપયોગ કર્યાના તરત પછી તેમાં ગેસ ન ભરવો જોઈએ, પહેલા તેને ઠંડું થવા દેવું જોઈએ અને ત્યારબાદ જ તેમાં ગેસ ભરવો જોઈએ. આ માટે લાઇટરને સાફ કરીને સારી હવાની અવરજવર હોય તેવી જગ્યાએ લઈ જવું પડે છે. ત્યારબાદ તમે નીચે જણાવેલ સ્ટેપ્સને ફોલો કરો.

3 / 5
લાઇટરમાં ગેસ ભરવાની સાચી રીત સમજતા પહેલા લાઇટર અને ગેસના કેન બંનેને ઊંધા પકડવા જોઈએ. સૌથી પહેલા લાઇટરની જ્વાળા (Flame) સેટ કરવાના બટનને સ્ક્રુડ્રાઈવરની મદદથી એકદમ ઓછી ઊંચાઈ પર કરી દેવું અને ત્યારબાદ લાઇટરના નીચેના ભાગમાં આપેલા એડજસ્ટિંગ સ્ક્રુને ફેરવવો. અંદર રહેલી વધારાની હવા કે જૂનો ગેસ કાઢવા માટે સ્ક્રુડ્રાઈવરથી રિફિલિંગ વાલ્વને દબાવવો જરૂરી છે

4 / 5
હવે બ્યુટેન ગેસના કેનને 5 થી 6 વાર બરાબર હલાવી તેની અંદરનું મિશ્રણ ભેળવી દેવું અને ત્યારબાદ જ કેનની નળીને લાઇટરના રિફિલ વાલ્વમાં ફિટ કરવી. લાઇટરને ઊંધું રાખીને જ વાલ્વમાં કેનના છેડાને બરાબર બેસાડી લગભગ 3 સેકન્ડ સુધી ગેસ ભરવો. લાઇટર કેટલું ખાલી છે, તેના આધારે આ પ્રક્રિયા 2 થી 3 વાર કરવી પડી શકે છે. એકવાર લાઇટર પૂરેપૂરું ભરાઈ જશે એટલે ગેસ અંદર જવાને બદલે વાલ્વમાંથી બહાર નીકળવા લાગશે, જે સંકેત છે કે તમારું લાઇટર હવે તૈયાર છે.

5 / 5
લાઇટરમાં જે કેન દ્વારા ગેસ ભરવામાં આવે છે, તે કયો ગેસ છે, તે 'બ્યુટેન ગેસ' છે. એવો દાવો કરવામાં આવે છે કે, બ્યુટેન એક હાઇડ્રોકાર્બન છે અને તે અત્યંત જ્વલનશીલ, રંગહીન, ગંધહીન અને સરળતાથી પ્રવાહીમાં રૂપાંતરિત થઈ શકે તેવો ગેસ છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે સિગારેટ લાઇટર અને પોર્ટેબલ સ્ટવ માટે ઇંધણ તરીકે, એરોસોલમાં પ્રોપેલન્ટ તરીકે, હીટિંગ ફ્યુઅલ તરીકે, રેફ્રિજન્ટ તરીકે અને વિવિધ પ્રકારની પ્રોડક્ટ્સના ઉત્પાદનમાં કરવામાં આવે છે.

Follow Us