
BIDનો અર્થ છે કે દવા દિવસમાં બે વખત લેવી જોઈએ. એટલું જ નહીં, ઘણી દવાઓ લખવામાં પણ શોર્ટ ફોર્મનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે, BCPનો ઉપયોગ જન્મ નિયંત્રણની ગોળી માટે થાય છે અને ASAનો ઉપયોગ એસ્પિરિન માટે થાય છે. આ સિવાય ઈયર ડ્રોપ માટે AU શોર્ટ ફોર્મનો પણ ઉપયોગ થાય છે. એટલે કે આનો અર્થએ કે ડ્રોપનો ઉપયોગ બંને કાનમાં કરવાનો હોય છે.

એ જ રીતે ટૂંકા સ્વરૂપનો ઉપયોગ પરીક્ષણો માટે પણ થાય છે. ઉદાહરણ તરીકે, CBCનો ઉપયોગ સંપૂર્ણ રક્ત ગણતરી માટે થાય છે. છાતીના એક્સ-રે માટે CXR લખવામાં આવે છે અને હૃદય સંબંધિત રોગો માટે CV શોર્ટ ફોર્મ લખવામાં આવે છે. gargનો ઉપયોગ કોગળા કરવા માટે થાય છે.