Kieron Pollard Retirement: હેટ્રિક લેનાર બોલરે 6 છગ્ગા ફટકાર્યા, ઓસ્ટ્રેલિયા પાસેથી T20 વર્લ્ડ કપ જીતવાની તક છીનવી લીધી, જાણો આ ખેલાડીની સિદ્ધિઓ વિશે

|

Apr 21, 2022 | 5:15 PM

પોતાના બેટથી બોલરોમાં ધાક જમાવનાર વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડી કિરન પોલાર્ડે બુધવારે બધાને ચોંકાવી દીધા હતા. પોલાર્ડે સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી રહ્યો છે.

1 / 5
IPL-2022માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા પોલાર્ડ વેસ્ટ ઈન્ડિઝની મર્યાદિત ઓવરોની ટીમનો કેપ્ટન હતો પરંતુ હવે તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં જોવા મળશે નહીં. આ ખેલાડીએ પોતાની બેટિંગ અને બોલિંગથી અનેક સિદ્ધિઓ મેળવી છે. આવો નજર કરીએ તેમની કારકિર્દીની ખાસ વાતો. (File Pic)

2 / 5
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક ઓવરમાં છ સિક્સર મારવી કોઈના માટે આસાન નથી, પરંતુ પોલાર્ડે કરી બતાવ્યું છે. તેણે ગયા વર્ષે 4 માર્ચે શ્રીલંકા સામે રમાયેલી T20 મેચમાં એક જ ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા હતા. આંતરરાષ્ટ્રીય સ્તરે આવું કરનાર તે ત્રીજો ખેલાડી બન્યો. તેમના પહેલા ભારતના યુવરાજ સિંહ અને દક્ષિણ આફ્રિકાના Herschelle Gibbs આ કામ કર્યું હતું. (Pic Credit CWI)

3 / 5
આ મેચમાં એક ખાસ વાત બની. તેણે આ સિક્સર શ્રીલંકાના સ્પિનર ​​અકિલા ધનંજયની ઓવરમાં ફટકારી હતી. પરંતુ તે પહેલા અકિલાએ હેટ્રિક લીધી હતી. (AFP ફોટો)

4 / 5
 ડેરેન સેમીની કપ્તાનીમાં વેસ્ટ ઈન્ડિઝે 2012 અને 2016માં T20 વર્લ્ડ કપ જીત્યો હતો. પોલાર્ડ 2012 વર્લ્ડ કપમાં ટીમનો ભાગ હતો. આ વર્લ્ડ કપની સેમીફાઈનલમાં તેણે ઓસ્ટ્રેલિયા સામે 15 બોલમાં 38 રન બનાવ્યા હતા, જેના આધારે વિન્ડીઝની ટીમ 200નો સ્કોર પાર કરી શકી હતી. આ મેચમાં તેણે બોલ સાથે પણ અજાયબી કરી બતાવી હતી. તેણે માત્ર એક ઓવર નાખી અને છ રન આપીને બે વિકેટ લીધી. (ફાઇલ તસવીર)

5 / 5
પોલાર્ડે જ્યારે તેની કારકિર્દીની શરૂઆત કરી ત્યારે તેને ODI ક્રિકેટનો નિષ્ણાત કહેવામાં આવતો હતો. તેણે પોતાની બેટિંગ અને બોલિંગથી પણ આ સાબિત કર્યું. પોલાર્ડે 23 માર્ચ 2013ના રોજ ઓસ્ટ્રેલિયા સામે 102 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગ મુશ્કેલ સમયે આવી હતી કારણ કે ટીમે 146ના સ્કોર પર તેની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી પોલાર્ડે ટીમને 294 સુધી પહોંચાડી હતી. વેસ્ટ ઈન્ડિઝે આ મેચ 42 રને જીતી લીધી હતી.  (File Pic)

Published On - 1:22 pm, Thu, 21 April 22

Next Photo Gallery