
Friends: (મિત્રતાનું સદાબહાર પ્રતિક) 1994માં શરૂ થયેલ આ શોએ ન્યૂયોર્કમાં રહેતા છ મિત્રોની જિંદગી બતાવી. રોસ, રેચલ, મોનિકા, ચેન્ડલર, જોય અને ફિબી જેવા પાત્રો આજે પણ પોપ કલ્ચરનો ભાગ છે. તેની સરળ કહાની, મજબૂત હાસ્ય અને ઇમોશનલ પળો તેને timeless બનાવે છે. આ સિરીઝ તમે Netflix, Amazon Prime Video પર જોઈ શકો છો. (Image Source Credit: Social Media)

How I Met Your Mother: (પ્રેમ અને કિસ્સાઓની સફર) ટેડ મોસ્બી પોતાના બાળકોને કેવી રીતે તેમની માતાને મળ્યો તેની વાર્તા કહે છે. આ અનોખી સ્ટોરીટેલિંગ શૈલી શોને અલગ બનાવે છે. મિત્રતા અને સંબંધોની ઊંડાણપૂર્વક રજૂઆત તેને યુવા દર્શકોમાં ખાસ લોકપ્રિય બનાવે છે. આ સિરીઝ તમે Netflix, JioHotstar પર જોઈ શકો છો. (Image Source Credit: Social Media)

The Office: (ઓફિસ જીવનની વાસ્તવિક કોમેડી) મોક્યુમેન્ટરી શૈલીમાં બનેલ આ શોએ ઓફિસના રોજિંદા જીવનને હાસ્યાસ્પદ રીતે રજૂ કર્યું. માઈકલ સ્કોટનું પાત્ર અને ઓફિસ પોલિટિક્સ દર્શકોને ખુબ ગમે છે. આ સિરીઝ તમે Netflix, JioHotstar, Amazon Prime Video પર જોઈ શકો છો. (Image Source Credit: Social Media)

Modern Family: (આધુનિક પરિવારની ઝલક) ત્રણ અલગ પ્રકારના પરિવારો દ્વારા આધુનિક સમાજની રચના અને સંબંધોની જટિલતાઓને હાસ્ય સાથે રજૂ કરવામાં આવ્યા છે. પરિવાર સાથે જોવા યોગ્ય શો તરીકે તેની ઓળખ છે. આ સિરીઝ તમે JioHotstar પર જોઈ શકો છો. (Image Source Credit: Social Media)

Brooklyn Nine-Nine: (ક્રાઇમ અને કોમેડીનો મિશ્રણ) પોલીસ પ્રિસિંક્ટમાં બનતી મજેદાર ઘટનાઓ સાથે આ શોએ કોમેડીને નવી દિશા આપી. ઝડપી ડાયલોગ્સ અને અનોખા પાત્રો તેની ખાસિયત છે. આ સિરીઝ તમે Netflix, Amazon Prime Video પર જોઈ શકો છો. (Image Source Credit: Social Media)

આ તમામ સિટકોમ્સમાં મજબૂત લેખન, યાદગાર પાત્રો અને હાસ્ય સાથે લાગણીશીલ પળો છે. OTT પ્લેટફોર્મ્સના યુગમાં નવી પેઢી પણ આ શોઝને બિંજ-વોચ કરે છે. (Image Source Credit: Social Media)

અમેરિકન ટેલિવિઝન જગતમાં સિટકોમ્સ (સિચ્યુએશનલ કોમેડી)નો એક અલગ જ ક્રેઝ રહ્યો છે. હળવા હાસ્ય સાથે ગાઢ મિત્રતા, પરિવારના સંબંધો અને ઓફિસ જીવનની મજેદાર પરિસ્થિતિઓ દર્શાવતા શોઝે વિશ્વભરમાં લોકપ્રિયતા મેળવી છે. ખાસ કરીને પાંચ સિટકોમ્સ – Friends, How I Met Your Mother, The Office, Modern Family અને Brooklyn Nine-Nine આજે પણ દર્શકોના દિલ પર રાજ કરે છે. (Image Source Credit: Social Media)
Published On - 11:56 am, Sun, 22 February 26