
મંગળવારે એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે સ્પાઇસજેટમાં રોકડની તંગીને કારણે કંપનીમાં મોટી છટણી થવાની છે. કંપનીએ તેના કુલ કર્મચારીઓમાંથી લગભગ 15 ટકા કાપ મૂકવાની યાદી તૈયાર કરી છે. કંપનીએ કોસ્ટ કટિંગને ટાંકીને છટણીનો આ નિર્ણય લીધો છે.હાલમાં, લગભગ 9,000 કર્મચારીઓ એરલાઇનમાં કામ કરી રહ્યા છે અને તેમાં 15 ટકાનો ઘટાડો કરવામાં આવી રહ્યો છે. આ આંકડો લગભગ 1400 કર્મચારીઓનો છે.

બજેટ એરલાઈને કથિત રીતે છટણીની પુષ્ટિ કરી છે અને આ પગલાને ઓપરેશનલ જરૂરિયાતો અનુસાર લેવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે. છટણી અને પગારની કટોકટીના સમાચારની અસર કંપનીના શેર પર પણ જોવા મળી રહી છે. બુધવારે સ્પાઈસજેટનો શેર 3.44 ટકાના ઘટાડા સાથે રૂ. 63.37ના સ્તરે બંધ થયો હતો. 4340 કરોડની માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવતી એરલાઇન કંપનીનો શેર રૂ. 64.88 પર ખૂલ્યો હતો. સમાચારો દરમિયાન તે રૂ. 65.45ની દિવસની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો હતો.
Published On - 8:32 am, Thu, 15 February 24