TV9 GUJARATI | Edited By: Nirupa Duva
Apr 17, 2022 | 4:25 PM
IPL 2022માં વિરાટ કોહલીનું પ્રદર્શન પણ ખરાબ છે. તેના લેવલના હિસાબે વિરાટ કોહલીનું બેટ શાંત રહ્યું છે. દિલ્હી કેપિટલ્સ સામે પણ વિરાટ કોહલી માત્ર 12 રન બનાવીને આઉટ થયો હતો. આ મેચ બાદ વિરાટ કોહલી પર એક રસપ્રદ ટિપ્પણી કરવામાં આવી છે. (ફોટો-પીટીઆઈ)
પૂર્વ ક્રિકેટર વસીમ જાફરે વિરાટ કોહલીના ખરાબ ફોર્મ પર ESPN ક્રિકઇન્ફોને કહ્યું કે, તેણે થોડો સમય બ્રેક લેવો જોઈએ અને કોમેન્ટ્રી કરવી જોઈએ. આ પછી વિરાટ કોહલી રનનો વરસાદ કરશે. વસીમ જાફરે મજાકિયા અંદાજમાં આ વાત કહી. (ફોટો-પીટીઆઈ)
વસીમ વાસ્તવમાં દિનેશ કાર્તિકને ટાંકીને વિરાટ કોહલીને આ સલાહ આપી રહ્યો હતો. તમને જણાવી દઈએ કે દિનેશ કાર્તિક છેલ્લી બે IPL સિઝનમાં ફ્લોપ રહ્યો હતો અને IPL પહેલા તે ઈંગ્લેન્ડ પ્રવાસ પર કોમેન્ટ્રી કરતો હતો. આ પછી દિનેશ કાર્તિકને આરસીબીએ હરાજીમાં ખરીદ્યો અને હવે આ બેટ્સમેને બોલરોની ઊંઘ ઉડાડી દીધી છે. (ફોટો-પીટીઆઈ)
તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીએ આ સિઝનમાં માત્ર 23.80ની એવરેજથી 119 રન બનાવ્યા છે. તે 6 મેચમાં અડધી સદી પણ ફટકારી શક્યો ન હતો. વિરાટ કોહલી આ સિઝનમાં બે વખત રનઆઉટ થયો છે અને તે સ્પષ્ટ છે કે નસીબ તેનો સાથ નથી આપી રહ્યું. (ફોટો-પીટીઆઈ)
બીજી તરફ દિનેશ કાર્તિકે બેટથી તોફાન મચાવ્યું છે. આ ખેલાડીએ 197ની એવરેજથી 197 રન બનાવ્યા છે. કાર્તિકનો સ્ટ્રાઈક રેટ પણ 200થી વધુ છે. કાર્તિકે 6 મેચમાં 14 સિક્સ અને 18 સિક્સર ફટકારી છે. (ફોટો-પીટીઆઈ)