વીજળીનું બિલ ઓછું કરવું છે? તો ચોમાસામાં ફ્રિજ ચલાવો આ મોડ પર, બસ એક સેટિંગ અને ખર્ચ થશે ઓછો

ફ્રિજને ગરમીના સમયમાં વધારેલ કુલિંગ પર રાખવાની જરુર નથી. આ દરમિયાન તમે ફ્રિજનું સેટિંગ ચેન્જ નહીં કરો તો ફ્રિજમાં બરફ બનવાની અને વધારે પડતુ કુલિંગ થવાની સમસ્યા ઉભી થશે, આથી ચોમાસા દરમિયાન તમારા ફ્રિજને યોગ્ય ટેમ્પ્રેચર પર ચલાવવું જરુરી છે જેનાથી તમારું વીજળીનું બીલ પણ ઘટશે.

| Updated on: Jul 10, 2026 | 11:17 AM
1 / 6
ચોમાસા દરમિયાન બહારનું તાપમાન ઘટે છે, તેથી ફ્રિજને ગરમીના સમયમાં વધારેલ કુલિંગ પર રાખવાની જરુર નથી. આ દરમિયાન તમે ફ્રિજનું સેટિંગ ચેન્જ નહીં કરો તો ફ્રિજમાં બરફ બનવાની અને વધારે પડતુ કુલિંગ થવાની સમસ્યા ઉભી થશે, આથી ચોમાસા દરમિયાન તમારા ફ્રિજને યોગ્ય ટેમ્પ્રેચર પર ચલાવવું જરુરી છે જેનાથી તમારું વીજળીનું બીલ પણ ઘટશે. (ફોટો ક્રેડિટ-Google)

2 / 6
ફ્રિજનું ટેમ્પરેચર મધ્યમ રાખો : ચોમાસામાં બહારનું તાપમાન ઓછું હોવાથી ફ્રિજને સૌથી વધુ કૂલિંગ પર ચલાવવાની જરૂર પડતી નથી. જો તમારા ફ્રિજમાં 1થી 5 સુધીનો ટેમ્પરેચર નોબ હોય તો તેને મધ્યમ લેવલ (2 અથવા 3) પર રાખો. આમ કરવાથી ખાદ્યપદાર્થો પણ સુરક્ષિત રહેશે અને વીજળીનો વપરાશ પણ ઓછો થશે. (ફોટો ક્રેડિટ-Google)

3 / 6
 Convertible Modeનો ઉપયોગ કરો : જો તમારા ફ્રિજમાં Convertible Modeની સુવિધા હોય, તો ચોમાસા દરમિયાન વધારાના ફ્રીઝર અથવા વધારાના કૂલિંગ મોડને બંધ રાખો. જ્યારે જરૂર ન હોય ત્યારે આ મોડ ચાલુ રાખવાથી વીજળી વધુ વપરાય છે. યોગ્ય સેટિંગથી બિલમાં સારી બચત થઈ શકે છે.(ફોટો ક્રેડિટ-Google)

4 / 6
વારંવાર દરવાજો ન ખોલો અને ગરમ ખોરાક ન મૂકો : ફ્રિજનો દરવાજો વારંવાર ખોલવાથી ઠંડી હવા બહાર નીકળી જાય છે અને ફરીથી કૂલિંગ કરવા માટે કોમ્પ્રેસરને વધુ મહેનત કરવી પડે છે. ઉપરાંત, ગરમ ખોરાક સીધો ફ્રિજમાં મૂકવાથી અંદરનું તાપમાન વધી જાય છે, જેના કારણે વીજળીનો વપરાશ પણ વધી જાય છે.(ફોટો ક્રેડિટ-Google)

5 / 6
 ફ્રિજની યોગ્ય ગોઠવણી પણ જરૂરી : ફ્રિજને હંમેશા દિવાલથી થોડા અંતરે રાખો જેથી પાછળની ગરમ હવા સરળતાથી બહાર નીકળી શકે. સાથે જ ફ્રિજને જરૂર કરતાં વધારે ન ભરો, કારણ કે વધુ સામાન રાખવાથી ઠંડી હવાનું સર્ક્યુલેશન અટકે છે અને કૂલિંગ પર અસર પડે છે.(ફોટો ક્રેડિટ-Google)

6 / 6
રબર સીલની નિયમિત તપાસ કરો : જો ફ્રિજના દરવાજા પર લાગેલો રબર સીલ ઢીલો, ફાટી અથવા ખરાબ થઈ ગયો હોય તો ઠંડી હવા સતત બહાર નીકળે છે. તેના કારણે ફ્રિજ લાંબા સમય સુધી ચાલે છે અને વીજળીનું બિલ વધે છે. સમયાંતરે સીલ ચેક કરીને જરૂર પડે તો બદલાવી દો.(ફોટો ક્રેડિટ-Google)

Follow Us