
શુક્રવારથી જમ્મૂ કશ્મીરમાં ભારે બરફ વર્ષા થઈ રહી છે. આવનારા ચાર દિવસ સુધી વાતાવરણ ખરાબ રહેવાની સંભાવના છે.

ભારે બરફ વર્ષા વચ્ચે પણ જમ્મૂ કશ્મીર અને હિમાચલ પ્રદેશમાં અનેક પ્રવાસીઓ બરફનો આનંદ લેવા પહોંચી રહ્યાં છે. આ ફોટો હિમાચલ પ્રદેશના નહેરુ કુંડમાં આવેલા એક બ્રિજનો છે.

આ મનમહોક ફોટો શ્રીનગરનો છે. અહીં બરફ વર્ષાની સાથે સાથે સામાન્ય વરસાદ પણ પડી રહ્યો છે.

ભારે બરફ વર્ષાને કારણે શ્રીનગર હાઈવે પર મોટી બરફની ચાદર પથરાઈ ગઈ છે. હાલમાં હાઈવે પરથી બરફ હટાવી દેવામાં આવ્યો છે.

આ શાનદાર ફોટો મનાલીનો છે. શનિવારે સવારે થયેલી બરફ વર્ષાને કારણે નહેરુ કુંડમાં લાંબો ટ્રાફિકજામ જોવા મળ્યો હતો.

જમ્મૂના કટરામાં માતા વૈષ્ણો દેવી સુધી જવાના રસ્તા પર બરફની મોટી ચાદર જોવા મળી હતી. તેની આસપાસના વિસ્તારોમાં પણ ભારે બરફ વર્ષા થઈ છે.