સ્થિતિ બેકાબૂ : શ્રીલંકામાં જ્યાં જુઓ ત્યાં હિંસાના દ્રશ્યો, અત્યાર સુધીમાં અનેક લોકોએ ગુમાવ્યો જીવ

|

May 10, 2022 | 7:43 AM

વડાપ્રધાનના રાજીનામાની સાથે જ કેબિનેટનું પણ વિસર્જન કરવામાં આવ્યું હતું. દેશમાં ચાલી રહેલી આર્થિક કટોકટીનો સામનો કરવા માટે વચગાળાના વહીવટની રચના કરવા હાલ રાજપક્ષે પર દબાણ કરવામાં આવી રહ્યું છે.

1 / 7
શ્રીલંકામાં ગંભીર આર્થિક સંકટ વચ્ચે વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેએ સોમવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જે પહેલા, મહિન્દા રાજપક્ષેના સમર્થકોએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના કાર્યાલયની બહાર વિરોધીઓ પર હુમલો કર્યા હતો.હાલ PMના રાજીનામા બાદ સ્થિતિ વધુ વણસી છે.

2 / 7
આ હુમલામાં ઓછામાં ઓછા 174 લોકો ઈજાગ્રસ્ત થયા છે. બીજી તરફ સ્થિતિને ધ્યાનમાં રાખીને સત્તાવાળાઓએ દેશવ્યાપી કર્ફ્યુ લાદી દીધો છે. દેશમાં સરકાર સમર્થકો અને વિરોધીઓ વચ્ચેની અથડામણમાં રાજપક્ષે શાસક પક્ષના એક સાંસદ અને અન્ય બે લોકો માર્યા ગયા હતા. મહિન્દા રાજપક્ષેએ પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને આપ્યુ હતુ. મહિન્દાએ ટ્વીટ કરીને કહ્યું, "મેં તાત્કાલિક અસરથી રાષ્ટ્રપતિને મારું રાજીનામું સુપરત કર્યું છે."

3 / 7

વડાપ્રધાનના રાજીનામાની સાથે જ કેબિનેટનું પણ વિસર્જન કરવામાં આવ્યું હતું. દેશમાં ચાલી રહેલી આર્થિક કટોકટીનો સામનો કરવા માટે વચગાળાના વહીવટની રચના કરવા મહિન્દા રાજપક્ષેના નાના ભાઈ અને રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેની આગેવાની હેઠળની સરકાર પર દબાણ લાવવા માટે પ્રદર્શનો યોજવામાં આવી રહ્યા છે.

4 / 7
સ્થાનિક મીડિયા દ્વારા પોલીસ પ્રવક્તાના હવાલાથી કહેવામાં આવ્યું છે કે સમગ્ર શ્રીલંકામાં આગામી સૂચના સુધી તાત્કાલિક અસરથી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મદદ માટે સેનાની ટીમો વિરોધ સ્થળ પર તહેનાત કરવામાં આવી છે.

5 / 7
રાજપક્ષેથી નારાજ થયેલા સમર્થકો પર લોકોએ ગુસ્સો ઠાલવ્યો હતો. તેઓએ તેમના વાહનો રોક્યા અને ઘણા શહેરોમાં તેના સાંસદો પર હુમલા થયા. શ્રીલંકા પોદુજાના પેરામુના (SLPP) સાંસદ અમરકીર્થી અતુકોરાલા પોલોન્નારુઆ જિલ્લાના પશ્ચિમી શહેર નિત્તમ્બુઆમાં સરકાર વિરોધી જૂથ દ્વારા ઘેરવામાં આવ્યા, હતા જે બાદ તેણે આત્મહત્યા કરી હતી.

6 / 7
પૂર્વ મંત્રી નિમલ લાંજાના આવાસ પર પણ હુમલો કરવામાં આવ્યો છે, જ્યારે મેયર સમન લાલ ફર્નાન્ડોના ઘરને આગ ચાંપી દેવામાં આવી છે.

7 / 7
શ્રીલંકા 1948માં બ્રિટનથી આઝાદ થયા પછી અત્યાર સુધીના સૌથી ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. કટોકટી મુખ્યત્વે વિદેશી હૂંડિયામણની અછતને કારણે ઊભી થઈ હતી જેનો અર્થ એ છે કે દેશ મુખ્ય ખાદ્ય ચીજો અને ઇંધણની આયાત માટે ચૂકવણી કરવામાં અસમર્થ છે.

Next Photo Gallery