વોલાર અકોસે હંગેરીમાં ફેસબુક પોસ્ટમાં લખી હતી પરંતુ બાદમાં તેને હટાવી દીધી હતી. આ પોસ્ટમાં વોલાર અકોસે ભારતીય રેસલરની સમસ્યાઓનો ખુલાસો કર્યો છે. તેણે લખ્યું, "સેમિફાઇનલ પછી, મેં 2.7 કિલોગ્રામ વધી ગયું હતું. અમે એક કલાક અને 20 મિનિટ સુધી કસરત કરી, છતાં 1.5 કિલો ગ્રામ વજન રહી ગયું. બાદમાં, 50 મિનિટના સૉના(સ્ટીમ બાથ) લીધું. મધ્યરાત્રિથી સવારના 5:30 વાગ્યા સુધી, તેણે અલગ-અલગ કાર્ડિયો મશીનો પર સખત મહેનત કરી અને એક સમયે લગભગ ત્રણ-ક્વાર્ટર સુધી કુસ્તીની પ્રેક્ટિસ પણ કરી,તે દરમિયાન તે પડી ગઇ અમે તેમને ઉઠાવી, ફરી સોનામાં એક કલાક ગાળ્યો, હું આ કોઇ નાકટીય વિવરણ નથી લખી રહ્યો પણ એ સ્થિતી જોતા લાગતું હતું કે ફોગટના જીવને જોખમ છે '