
તાજેતરમાં જ વિક્રાંત મેસ્સી અને શીતલ ઠાકુર બંને લગ્નના બંધનમાં બંધાયા હતા.લગ્ન બાદ હવે તેઓ મુંબઈ પરત ફર્યા છે.

આ દરમિયાન બંને સિમ્પલ લુકમાં જોવા મળ્યા હતા.જ્યાં વિક્રાંત શર્ટ અને પેન્ટમાં જોવા મળ્યો હતો, જ્યારે શીતલે ગ્રે કલરનુ સૂટ પહેર્યુ હતુ.

આ પહેલા વિક્રાંતે હલ્દીની તસવીરો શેર કરી હતી જે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ હતી.

વિક્રાંત અને શીતલના લગ્ન 18 ફેબ્રુઆરીએ થયા હતા.બંનેએ પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા.

તમને જણાવી દઈએ કે, વિક્રાંત અને શીતલ લાંબા સમયથી રિલેશનશિપમાં હતા. 7 વર્ષના રિલેશન બાદ બંનેએ તાજેતરમાં લગ્ન કર્યા છે.