
Deep Water - આ ફિલ્મની કહાની પેટ્રિશિયા હાઈસ્મિથ દ્વારા લખાયેલી 1957ની નવલકથા ડીપ વોટર પર આધારિત છે. આ એક મનોવૈજ્ઞાનિક થ્રિલર ફિલ્મ છે. તમે તેને 18 માર્ચે એમેઝોન પ્રાઇમ વીડિયો પર જોઈ શકો છો.

Rescued by Ruby - આ ફિલ્મની કહાની એક સત્ય ઘટના પર આધારિત છે. ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે બે સાથીઓ એક વિચિત્ર પરિસ્થિતિમાં ફસાઈ જાય છે અને કેવી રીતે તેઓ એકસાથે તેમાંથી બહાર આવે છે. આ કહાની રૂબી નામના કૂતરાની આસપાસ ફરે છે. તમે આ ફિલ્મ નેટફ્લિક્સ પર 17 માર્ચથી જોઈ શકશો.

Apaharan Season 2 -આ એક ક્રાઈસિસ સિરીઝ છે, જેની પહેલી સીઝન દર્શકોને પસંદ આવી હતી. દેશમાં અપરાધ કર્યા બાદ હવે મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ બિક્રમ બહાદુર શાહની કહાની દેખાડવામાં આવી છે. આ વેબસિરીઝ 18 માર્ચે Voot Select પર સ્ટ્રીમ થશે.

Black Crab - આ એક એક્શન થ્રિલર ફિલ્મ છે. તેની કહાની છ સ્વીડિશ સૈનિકો પર છે. આ બધા એક મિશન પર નીકળ્યા છે, પરંતુ તેમને કોઈ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર 18 માર્ચે રિલીઝ થશે.