Vidya Balan : વિદ્યા બાલન અને સિદ્ધાર્થ રોય કપૂરની એરપોર્ટ પર રોમેન્ટિક ક્ષણો વાયરલ, તસવીરો બની ચર્ચાનો વિષય

વિદ્યા બાલન અને સિદ્ધાર્થ રોય કપૂરની મુંબઈ એરપોર્ટ પરની પ્રેમભરી પળો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. પાપારાઝી દ્વારા કેદ કરાયેલી આ રોમેન્ટિક તસવીરો અને વીડિયોમાં તેમનો અતૂટ સંબંધ સ્પષ્ટ દેખાય છે.

| Updated on: Sep 28, 2026 | 10:31 AM
1 / 7
અભિનેત્રી વિદ્યા બાલન હાલમાં પોતાની ફિલ્મ કરતાં વધુ તેમના અંગત જીવનની એક ખાસ ક્ષણને લઈને ચર્ચામાં છે. વિદ્યા બાલન અને તેમના પતિ, ફિલ્મ નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂરની મુંબઈ એરપોર્ટ પરની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પાપારાઝીના કેમેરામાં કેદ થયેલી આ તસવીરોમાં બંને વચ્ચેનો પ્રેમ અને સ્નેહ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.

2 / 7
મુંબઈ એરપોર્ટ પર વિદ્યા બાલન અને સિદ્ધાર્થ રોય કપૂર સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન બંનેએ એકબીજાને ગળે લગાવ્યા હતા અને ચુંબન પણ કર્યું હતું. કપલની આ રોમેન્ટિક ક્ષણો કેમેરામાં કેદ થતાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. તસવીરો સામે આવ્યા બાદ ચાહકો પણ તેમના સંબંધ અને બોન્ડિંગની ચર્ચા કરી રહ્યા છે.

3 / 7
વિદ્યા બાલન અને સિદ્ધાર્થ રોય કપૂર સામાન્ય રીતે પોતાના અંગત જીવનને લાઇમલાઇટથી દૂર રાખવાનું પસંદ કરે છે. આ વચ્ચે જાહેર સ્થળે તેમની આવી પ્રેમભરી ક્ષણો કેમેરામાં કેદ થતાં સોશિયલ મીડિયા પર લોકોનું ખાસ ધ્યાન ખેંચાયું છે. ઘણા ચાહકો કપલની તસવીરો પર પ્રેમભરી કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

4 / 7
વિદ્યા બાલન અને સિદ્ધાર્થ રોય કપૂરે વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. બંનેના લગ્નને હવે લગભગ 14 વર્ષ થઈ ચૂક્યાં છે. આટલા વર્ષો બાદ પણ બંને વચ્ચેનું બોન્ડિંગ અને સ્નેહ જોવા મળતા તેમના ચાહકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

5 / 7
બંનેની લવ સ્ટોરીની વાત કરીએ તો વિદ્યા અને સિદ્ધાર્થની મુલાકાત ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કામ દરમિયાન થઈ હતી. બંને ફિલ્મ 'નો વન કિલ્ડ જેસિકા'ના સમયગાળા દરમિયાન એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. તે સમયે સિદ્ધાર્થ રોય કપૂર UTV મોશન પિક્ચર્સ સાથે જોડાયેલા હતા, જ્યારે વિદ્યા આ ફિલ્મનો હિસ્સો હતી.

6 / 7
ત્યારબાદ એક એવોર્ડ સમારોહ દરમિયાન બંનેની નજીકતા વધી અને ધીમે-ધીમે આ સંબંધ લગ્ન સુધી પહોંચ્યો.

7 / 7
હાલમાં એરપોર્ટની આ તસવીરોને કારણે વિદ્યા અને સિદ્ધાર્થ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તેમના લાંબા લગ્નજીવન વચ્ચે જોવા મળેલી આ પ્રેમભરી ક્ષણોએ સોશિયલ મીડિયા પર ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.

Follow Us
Loading...
Unable to load recommendations.