
કેટરીના કૈફે હલ્દી સેરેમનીમાં સફેદ રંગનો લહેંગા પહેર્યો હતો. આ સાથે તેણે પિંક કલરનો દુપટ્ટો પહેર્યો હતો. તેના હાથ પર મહેંદી પણ દેખાય છે.

હલ્દીમાં વિકી કૌશલ ફુલ મસ્તીના મૂડમાં જોવા મળ્યો હતો.

વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્નની તસવીરો અત્યાર સુધી સોશિયલ મીડિયા પર છવાયેલી રહી હતી કે હવે બંનેએ હલ્દી સેરેમની ફોટા પણ શેર કર્યા છે. ફેન્સની સાથે સેલેબ્સ પણ આ તસવીરો પર ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે.