Shukra Nakshatra Gochar 2026 : 16 એપ્રિલથી ખુલશે નસીબના દ્વાર! શુક્ર ગોચરથી આ 5 રાશિઓ માલામાલ

વૈદિક જ્યોતિષ પ્રમાણે જ્યારે કોઈ ગ્રહ પોતાનું નક્ષત્ર બદલે છે, ત્યારે તેનો પ્રભાવ લોકોના જીવન પર જોવા મળે છે. આ બદલાવ કેટલીક રાશિઓ માટે સારા પરિણામો અને નસીબમાં વધારો લાવી શકે છે.

| Updated on: Mar 22, 2026 | 5:39 PM
1 / 6
વૈદિક જ્યોતિષ મુજબ, જ્યારે કોઈ ગ્રહ નક્ષત્ર બદલે છે ત્યારે જીવનમાં મહત્વપૂર્ણ ફેરફારો થઈ શકે છે. 16 એપ્રિલ, 2026ના રોજ શુક્ર ગ્રહ કૃતિકા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 27 એપ્રિલ સુધી ત્યાં રહેશે. આ સમયને શુભ માનવામાં આવે છે, કારણ કે તે સુખ, વૈભવ અને સંબંધોમાં મીઠાશ લાવી શકે છે. ખાસ કરીને કેટલીક રાશિઓ માટે આ સમય ભાગ્યમાં અચાનક વધારો લાવનાર સાબિત થઈ શકે છે. (Credits: - Canva)

2 / 6
આ સમય મેષ રાશિના લોકો માટે ખૂબ સારો સાબિત થઈ શકે છે. પૈસાની સ્થિતિ સુધરશે અને રોકાણથી ફાયદો મળી શકે છે. ઘર કે વાહન ખરીદવા માટે પણ આ સમય યોગ્ય છે. કામમાં તમારી મહેનતનું સારું પરિણામ મળશે અને અધિકારીઓનો સહકાર મળશે. દેવી દુર્ગાની ઉપાસના કરવાથી લાભ વધુ વધી શકે છે.

3 / 6
વૃષભ રાશિ પર શુક્રનો ખાસ પ્રભાવ રહેતો હોવાથી આ સમય તમારા માટે વધુ લાભદાયક બની શકે છે. તમારા સ્વભાવમાં સકારાત્મક બદલાવ આવશે અને લોકો તમારી તરફ આકર્ષિત થશે. જીવનમાં આરામ અને સુખ વધશે તેમજ સંબંધો વધુ મીઠા બનશે. અવિવાહિત લોકોને લગ્ન માટે સારા પ્રસ્તાવ મળી શકે છે. દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ધન અને સમૃદ્ધિમાં વધારો થઈ શકે છે.

4 / 6
આ સમય સિંહ રાશિના લોકો માટે સારો રહેશે. તમારા કામની પ્રશંસા થશે અને સમાજમાં તમારી ઓળખ વધશે. નવી આવકના રસ્તા મળી શકે છે, જેના કારણે પૈસાની સ્થિતિ સુધરશે. અટકેલા સરકારી કામ પણ પૂરાં થઈ શકે છે. સૂર્ય દેવને જળ અર્પણ કરવાથી વધુ સકારાત્મક પરિણામ મળી શકે છે.

5 / 6
તુલા રાશિના લોકો માટે આ સમય કારકિર્દીમાં આગળ વધવાનો છે. ખાસ કરીને વિદેશમાં કામ કરનારને સારી સફળતા મળી શકે છે. આવક વધશે, પરંતુ ખર્ચ પણ વધી શકે છે. મન શાંત રહેશે અને સંતુલન જળવાઈ રહેશે. શુક્રવારે સફેદ વસ્તુઓનું દાન કરવું લાભદાયક માનવામાં આવે છે.

6 / 6
આ સમય ધન રાશિના લોકો માટે સારા સમાચાર લાવી શકે છે. નોકરીમાં પ્રમોશન અથવા પગારમાં વધારો મળી શકે છે. પરિવારનું વાતાવરણ ખુશાળ રહેશે અને કોઈ શુભ પ્રસંગમાં જોડાવાની તક મળશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારૂ પરિણામ મળશે. ભગવાન વિષ્ણુની પૂજા કરવી લાભદાયક રહેશે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. )

Follow Us