
એન્જિન ઓઈલ: શિયાળા પહેલા એન્જિન ઓઈલ ચેક કરવું જોઈએ. શિયાળામાં જલ્દી વાહન શરૂ થતું નથી. તેમાં પણ ડીઝલ કારમાં આ મુશ્કેલી વધુ આવે છે. જો એન્જિન ઓઈલ પૂરતા પ્રમાણમાં હશે તો એન્જિનને ગરમ રાખવામાં મદદ કરે છે. આ સાથે જ તેના ઈન્ટરનલ પાર્ટમાં પણ ચોક્કસ લુબ્રિકેશન જાળવી રાખે છે. એન્જિન ઓઈલ જૂનું હોય તો શિયાળા પહેલા જ તેને બદલી લેવું હિતાવહ છે.

કોલ્ડ સ્ટાર્ટ: ઋતુ કોઈપણ હોય ગાડીને હંમેશા કોલ્ડ સ્ટાર્ટ કરવી જોઈએ. 8થી 10 કલાકથી બંધ પડેલા વાહનના એન્જિનને ચાલું કરી થોડીવાર રહેવા દેવું જોઈએ. 4થી 5 મિનિટ શરૂ રાખવાથી એન્જિન ઓઈલ તમામ પાર્ટ સુધી પહોંચી જાય છે, જેથી એન્જિન પાર્ટને નુક્સાન થતું નથી. સાથે જ તેના પર્ફોમન્સમાં પણ ફાયદો થશે.

ટાયર: શિયાળા પહેલા ટાયરને ખાસ ચેક કરી લેવા જોઈએ. શિયાળામાં ઝાકળ પડવાથી રસ્તાઓ ભીના થઈ જતા હોય છે, તેથી જો ટાયર વધુ ઘસાયેલા હશે તો રસ્તા પર ગ્રીપ સારી નહીં મળે. સાથે જ ટાયર પ્રેશરનું પણ ખાસ ધ્યાન રાખવું. ટાયર પ્રેશર યોગ્ય હશે તો ગાડીની બ્રેકિંગ પણ સારી રહેશે અને ગાડી એવરેજ સારી આપશે.