
લીચીની છાલ સ્વાદ અને આરોગ્યથી ભરપૂર, લીચીની છાલ તમારા ચહેરાને સુંદર બનાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તે પગમાં પડતા વાઢિયાને સ્વચ્છ અને નરમ પણ બનાવે છે

તરબૂચની છાલમાં વિટામિન A અને C, પોટેશિયમ, મેગ્નેશિયમ અને અન્ય મહત્વપૂર્ણ તત્વો હોય છે. જે હાઈ બીપી ઘટાડે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને વજન ઘટાડે છે.

બટાકાની છાલમાં કેલ્શિયમ અને આયર્ન પણ ભરપૂર માત્રામાં હોય છે. તેના સેવનથી બીપી, વધારે વજન, એનિમિયા અને નબળા હાડકાની સમસ્યામાં રાહત મળે છે.

પપૈયાની છાલમાં શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે ચામડીના રોગો, પાચન, બળતરા, વજન વધવાની સમસ્યાને ઓછી કરે છે.

નારંગીની છાલમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોલેટ, વિટામિન એ અને બી હોય છે. જે આંખો, દાંત, ત્વચા, સોજો અને ડાયાબિટીસ, ફેફસા જેવી સમસ્યાઓથી રાહત અપાવવામાં ખૂબ જ સારી માનવામાં આવે છે.