વેદાંતા બનશે ‘ગ્લોબલ કોપર કિંગ’ : ઝામ્બિયામાં આફ્રિકાનો સૌથી મોટો સ્મેલ્ટર પ્રોજેક્ટ શરૂ કરશે, ચીની કંપની NERIN ને સોંપ્યું કામ

ભારતીય ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલની વેદાંતા રિસોર્સિસ આફ્રિકા ખંડમાં ઐતિહાસિક મેગા-પ્રોજેક્ટ સ્થાપવા જઈ રહી છે. ઝામ્બિયામાં સ્થપાનારા આફ્રિકાના સૌથી મોટા કોપર સ્મેલ્ટરથી તાંબાનું ઉત્પાદન વાર્ષિક 70,000 ટન વધશે. 5 વર્ષના વિવાદ અને ખાનગીકરણ બાદ ખાણનો અંકુશ પાછો મેળવી વેદાંતા કેવી રીતે અબજો ડોલરનું રોકાણ કરી રહી છે? વાંચો સંપૂર્ણ અહેવાલ.

| Updated on: Sep 24, 2026 | 4:18 PM
1 / 9
ભારતીય ઉદ્યોગપતિ અને માઇનિંગ ક્ષેત્રના અગ્રણી વેદાંતા રિસોર્સિસ (Vedanta Resources) ના ચેરમેન અનિલ અગ્રવાલ હવે આફ્રિકા ખંડમાં એક નવો ઇતિહાસ રચવાની તૈયારી કરી રહ્યા છે. ‘બિલિયોનેર્સ આફ્રિકા’ના અહેવાલ અનુસાર, અનિલ અગ્રવાલ ઝામ્બિયા (Zambia) માં એક એવો મેગા-પ્રોજેક્ટ તૈયાર કરી રહ્યા છે, જે નિર્માણ પામ્યા બાદ સમગ્ર આફ્રિકા ખંડનો સૌથી મોટો કોપર સ્મેલ્ટર (Copper Smelter) સાબિત થશે.

2 / 9
કંપનીનો મોટો દાવો: વાર્ષિક 70,000 ટન ક્ષમતા વધશે: કોનકોલા કોપર માઇન્સ (KCM) એ ગુરુવાર, 17 સપ્ટેમ્બરના રોજ સત્તાવાર જાહેરાત કરી હતી કે તેઓ ઝામ્બિયામાં નવો સ્મેલ્ટર પ્લાન્ટ સ્થાપી રહ્યા છે, જેનાથી કંપનીની વાર્ષિક તાંબા ઉત્પાદન ક્ષમતામાં 70,000 ટનનો ધરખમ વધારો થશે. કંપનીના મતે આ પ્લાન્ટ સમગ્ર આફ્રિકામાં પોતાની કેટેગરીનો સૌથી વિશાળ પ્લાન્ટ હશે. આ પ્રોજેક્ટના નિર્માણનું કાર્ય ચીની એન્જિનિયરિંગ જૂથ NERIN ને સોંપવામાં આવ્યું છે. જોકે આ કોન્ટ્રાક્ટ હજુ શરતો અને એડવાન્સ પેમેન્ટની પ્રક્રિયા પર નિર્ભર હોવાથી સંપૂર્ણપણે લાગુ થયો નથી. આ પ્લાન્ટ પાછળ કેટલો ખર્ચ થશે અને તે ક્યાં સુધીમાં તૈયાર થશે તે અંગે કંપનીએ હજુ સ્પષ્ટતા કરી નથી.

3 / 9
ખાણ પર કોનો રહેશે સંપૂર્ણ અંકુશ? આ વિરાટ ખાણનું સંચાલન અને અંકુશ અનિલ અગ્રવાલ પાસે છે. તેમની લંડન રજિસ્ટર્ડ કંપની 'વેદાંતા રિસોર્સિસ'ની પેટાકંપની 'કોપરટેક મેટલ્સ' (Coppertech Metals) મારફતે 'કોનકોલા'માં 79.4 ટકા હિસ્સેદારી છે, જ્યારે બાકીનો 20.6 ટકા હિસ્સો ઝામ્બિયા સરકારની માઇનિંગ ઇન્વેસ્ટમેન્ટ કંપની 'ZCCM ઇન્વેસ્ટમેન્ટ્સ હોલ્ડિંગ્સ' ધરાવે છે.

4 / 9
કોનકોલામાં 106 દિવસ પછી ફરી શરૂ થયું કામ: નવા સ્મેલ્ટરની જાહેરાત કોનકોલા સ્મેલ્ટર ફરીથી કાર્યરત થયાના ગણતરીના દિવસોમાં જ કરવામાં આવી છે. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોની સરહદ નજીક કોપરબેલ્ટ પ્રાંતના ચિંગોલા સ્થિત ‘નચાંગા પ્લાન્ટ’માં 106 દિવસના લાંબા શટડાઉન બાદ સોમવાર, 21 સપ્ટેમ્બરે પ્રથમ એનોડ તૈયાર કરવામાં આવ્યો હતો. આ પ્લાન્ટને 29 મેના રોજ માત્ર 60 દિવસના રિફર્બિશમેન્ટ (નવીનીકરણ) માટે બંધ કરવાની જાહેરાત કરાઈ હતી, પરંતુ કામકાજ લંબાતાં તે નિર્ધારિત સમય કરતાં 46 દિવસ વધુ બંધ રહ્યો હતો.

5 / 9
સરકાર સાથે 5 વર્ષનો વિવાદ અને ફરી કંટ્રોલની વાપસી: ઉલ્લેખનીય છે કે, ઝામ્બિયા સરકારે વર્ષ 2019માં વેદાંતા પાસેથી આ ખાણ આંચકી લઈને કોનકોલાને પ્રોવિઝનલ લિક્વિડેશનમાં મૂકી દીધી હતી. તે સમયે કંપની પર વિસ્તરણ યોજનાઓ અંગે ખોટી વિગતો આપવાનો અને ઓછો ટેક્સ ચૂકવવાનો ગંભીર આરોપ મૂકાયો હતો. આ મુદ્દે સરકાર અને કંપની વચ્ચે પાંચ વર્ષ સુધી કાનૂની સંઘર્ષ ચાલ્યો હતો. આખરે વર્ષ 2024 માં કોર્ટ દ્વારા માન્ય યોજના અંતર્ગત અને લેણદારોને આશરે 246 મિલિયન ડોલર ચૂકવવા પર સહમતિ સધાતાં વેદાંતાને ખાણનો અંકુશ પાછો સોંપાયો હતો.

6 / 9
ખાણ પાછી મેળવવા સાથે વેદાંતાએ આગામી પાંચ વર્ષમાં ઓપરેશન સુધારવા અને દેવું ચૂકવવા માટે 1.2 અબજ ડોલરથી વધુ રકમ ખર્ચવાનું વચન આપ્યું હતું. સંચાલન સંભાળ્યા બાદથી અત્યાર સુધીમાં કંપનીએ 40 કરોડ ડોલરથી વધુનું રોકાણ કરી દીધું છે, જેમાં લેણદારોનું દેવું ચૂકવવા માટે 25 કરોડ ડોલર અને 12.4 કરોડ ડોલરનો અન્ય એક હપ્તો સામેલ છે.

7 / 9
અબજો ડોલરના રોકાણ સાથે વેદાંતા બનશે ‘કોપર કિંગ’: વેદાંતાએ કોનકોલાની માલિકી અને તેના સંચાલન માટે નવેમ્બર 2025 માં અમેરિકામાં 'કોપરટેક મેટલ્સ' કંપની લોન્ચ કરી હતી. કોપરટેક મેટલ્સે જાહેરાત કરી છે કે, વેદાંતા દ્વારા વર્ષ 2004 થી અત્યાર સુધીમાં ખર્ચવામાં આવેલા આશરે 3 અબજ ડોલર ઉપરાંત, તેઓ આ ખાણ પર વધુ 1.5 અબજ ડોલરનું જંગી મૂડીરોકાણ કરવાની યોજના ધરાવે છે.

8 / 9
ઝામ્બિયા સરકારનું મોટું લક્ષ્ય: ઝામ્બિયા સરકાર આ પ્રોજેક્ટથી ઘણી મોટી અપેક્ષાઓ રાખી રહી છે. રાષ્ટ્રપતિ હાકાઇન્દે હિચિલેમાએ 10 સપ્ટેમ્બરે વેદાંતાને તાકીદ કરી હતી કે તેઓ ખાણ માટે પોતાના વીજ ઉત્પાદનનું કામ ઝડપથી પૂરું કરે. સરકારનો મુખ્ય લક્ષ્યાંક આગામી 10 વર્ષમાં દેશનું તાંબા ઉત્પાદન વધારીને વાર્ષિક 30 લાખ ટન સુધી પહોંચાડવાનો છે. ઝામ્બિયાની કુલ નિકાસ કમાણીમાં તાંબાનો હિસ્સો 70 ટકાથી પણ વધુ છે, અને ઉત્પાદનમાં થનારા પ્રત્યેક ટનના વધારા માટે ભારે વીજળીની જરૂર પડશે જે હાલ સરકારી પાવર ગ્રીડ પાસે ઉપલબ્ધ નથી.

9 / 9
સ્ક્રેપ વેપારથી ગ્લોબલ સામ્રાજ્ય સુધીની સફર: અનિલ અગ્રવાલે મુંબઈ (બોમ્બે) માં સ્ક્રેપ મેટલના નાના વેપારથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને સરકારી કંપનીઓ હસ્તગત કરીને વેદાંતા સામ્રાજ્ય ઊભું કર્યું. તેમણે વર્ષ 2001 માં ભારત એલ્યુમિનિયમ (BALCO) અને 2002 માં ભારત સરકાર પાસેથી હિન્દુસ્તાન ઝિંક ખરીદી હતી. વર્ષ 2003 માં તેમણે વેદાંતા રિસોર્સિસને લંડન સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ કરાવી હતી—આવું ગૌરવ મેળવનારી તે દેશની પ્રથમ ભારતીય કંપની બની હતી. ત્યારબાદ 2018 માં તેમણે કંપનીને ડી-લિસ્ટ કરીને ફરીથી પ્રાઇવેટ લિમિટેડ બનાવી લીધી હતી. હવે આફ્રિકાના સૌથી મોટા સ્મેલ્ટર પ્રોજેક્ટ સાથે તેઓ વૈશ્વિક સ્તરે ભારતનું નામ રોશન કરવા આગળ વધી રહ્યા છે.

Follow Us
Loading...
Unable to load recommendations.