
દરેક વ્યક્તિ પોતાના ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર ડોરમેટ કે પગલુછણીયું લગાવે છે, અને મોટાભાગના લોકો કાળા અથવા ભૂરા રંગનું ડોરમેટ પસંદ કરે છે.

પરંતુ શું તમે જાણો છો કે વાસ્તુ શાસ્ત્રમાં મુખ્ય પ્રવેશદ્વાર પર મૂકવામાં આવેલા ડોરમેટના રંગ અંગે કેટલાક નિયમો છે?

વાસ્તુ અનુસાર, મુખ્ય દ્વાર પર દરેક રંગનું પગલુછણીયું મૂકી શકાતું નથી. પગલુછણીયાનો રંગ તમારા ઘરનો મુખ્ય દરવાજો કઈ દિશામાં છે તેના પર આધારિત હોવો જોઈએ.

જો તમારો મુખ્ય દરવાજો પૂર્વ તરફ હોય, તો તમારે પીળા અથવા સફેદ રંગનું પગલુછણીયું મૂકવું જોઈએ. જો મુખ્ય દરવાજો પશ્ચિમ તરફ હોય, તો ડોરમેટ લીલો, વાદળી અથવા સફેદ હોવો જોઈએ.

જો મુખ્ય દરવાજો ઉત્તર તરફ હોય, તો પગલુછણીયું ક્રીમ, સફેદ અથવા લીલો હોવો જોઈએ. જો મુખ્ય દરવાજો દક્ષિણ તરફ હોય, તો પગલુછણીયું લીલા, સફેદ અથવા ગુલાબી રંગનું હોવું જોઈએ.

પગલુછણીયું ફેબ્રિક નેચરલ ફાયબર, કોટનથી બનેલો હોવો જોઈએ. એવું કહેવાય છે કે આ ઘરમાં સકારાત્મક ઉર્જા જાળવી રાખે છે.