
તુલસીનો છોડ જો ઘરના આંગણે રોપવામાં આવે તો તે શ્રેષ્ઠ મનાય છે, કારણ કે ત્યાં સૂર્યપ્રકાશ અને તાજી હવા બંને મળી રહે છે. જો આંગણું ન હોય, તો ઉત્તર-પૂર્વ દિશાની બાલ્કની કે બારીમાં તુલસીનો છોડ રોપી શકાય છે.

વાસ્તુ મુજબ તુલસીનો છોડ ટેરેસ પર ન રોપી શકાય, કારણ કે ત્યાં તેની યોગ્ય દેખરેખ રાખી શકાતી નથી અને તે ઘરની સકારાત્મક ઊર્જાથી દૂર થઇ જાય છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર સોમવાર, બુધવાર અને રવિવારના દિવસે તુલસીનો છોડ રોપવો એ શુભ સંકેત નથી. જો તમે તુલસીનો છોડ રોપવાનું વિચારી રહ્યા છો, તો શુક્રવાર અને ગુરુવાર શ્રેષ્ઠ દિવસ છે.

ગોળ, ચોરસ, ષટ્કોણ અથવા ત્રિકોણ આકારના કૂંડામાં તુલસીનો છોડ લગાવવામાં આવે તો તે શુભ ગણાય છે. હેંગિંગ પોટ્સમાં ક્યારેય તુલસી ન લગાવો, આનાથી અશુભ પરિણામો મળી શકે છે.