
પક્ષીનો માળો: જો કોઈ પક્ષીએ તમારા ઘરમાં માળો બનાવ્યો હોય, તો તે પણ એક શુભ સંકેત છે. આનો અર્થ એ છે કે, તમારા જીવનમાં ટૂંક સમયમાં ખુશી આવવાની છે. આ સાથે પક્ષીનો માળો બનાવવો એ પણ એક શુભ સંકેત તરીકે જોવામાં આવે છે કે, તમારા પર આવતી કોઈપણ અવરોધ ટળી ગઈ છે.

ગાયનું વાછરડું કે મંદિરમાં પૂજા: જો તમે કોઈ કામ માટે ઘરની બહાર જઈ રહ્યા છો અને તમે વાછરડાને ગાયનું દૂધ પીતા જુઓ છો, તો તેને શુભ સંકેત તરીકે જોવામાં આવે છે. વધુમાં જો તમે ઘરની બહાર નીકળતી વખતે મંદિરમાં પૂજા થતી જુઓ છો, તો તેને પણ પવિત્ર સંકેત માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે, તમે જે કાર્ય કરવા જઈ રહ્યા છો તેમાં તમને સફળતા મળશે.