
વાસ્તુશાસ્ત્ર અનુસાર, મોબાઈલ ફોનને ઓશિકા કે માથા પાસે દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખીને ક્યારેય ઊંઘવું ન જોઈએ. આનું મુખ્ય કારણ એ છે કે, આ દિશા તમારા જીવન પર નકારાત્મક અસર કરે છે. આના લીધે ઘણી વખત માનસિક બેચેની, માથાનો દુખાવો અને અનિદ્રા જેવી સમસ્યાઓ ઊભી થાય છે, જેના કારણે આપણે આખો દિવસ હેરાન થઈએ છીએ.

વાસ્તુ અનુસાર, મોબાઈલને ઉત્તર-પૂર્વ દિશામાં રાખીને સૂવું જોઈએ. મોબાઈલ તમારાથી 3-4 ફૂટ દૂર હોય તો તે વધુ સારું માનવામાં આવે છે. આનાથી તમારી ઊંઘ પર કોઈ અસર થતી નથી અને તમારી આસપાસની ઉર્જા પણ સંતુલિત રહે છે.

વાસ્તુ મુજબ, એવું માનવામાં આવે છે કે ઉત્તર-પૂર્વ દિશા માનસિક શાંતિ અને સફળતાની સાથે જોડાયેલી છે. જો તમે કોઈ ક્રિએટર છો એટલે કે વીડિયો બનાવો છો અથવા ડિઝાઇનિંગ જેવી ક્રિએટિવ ફીલ્ડમાં છો તો ફોનને પશ્ચિમ દિશામાં રાખવો જોઈએ, તેવું માનવામાં આવે છે.

આનાથી તમને તમારી કારકિર્દીમાં નવી તકો મળે છે. આ ઉપરાંત, ફોનને ચાર્જ પર રાખીને સૂવું પણ જોખમભર્યું હોઈ શકે છે, કારણ કે તે તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પાડે છે.

આથી રાત્રે જો ફોન ચાર્જ કરવાનો હોય, તો તેને ‘એરોપ્લેન મોડ’માં રાખો અને પલંગથી થોડી દૂર રાખો. જે તમારા માટે એક સુરક્ષિત વિકલ્પ છે.