
કાળો દોરો પગમાં બાંધવાથી શનિ તમારા પગમાં આવી જાય છે અને જે તમને નુકસાન પહોંચાડતો રહે છે. કહેવાય છે કે શનિ જતા અને લક્ષ્મી હંમેશા આવતા જ સારા લાગે છે પણ જો તમે કાળો દોરો પગમાં પહેરો છો તો તમે શનિને પગમાં બાંધી રાખો છો.

જો તમારે કાળો દોરો પહેરવો જ હોય તો સ્ત્રીઓ એ ડાબા હાથમાં અને પુરુષો જમણા હાથમાં કાળો દોરો પહેરી શકે છે.

એવું માનવામાં આવે છે કે તેને પહેરવાથી ખરાબ નજર અને નકારાત્મક ઉર્જા દૂર રહે છે. જેમની કુંડળીમાં શનિ નબળો હોય છે, તેમના માટે કમર પર કાળો દોરો બાંધવો શુભ માનવામાં આવે છે.

જો તમે કાળો દોરો હાથમાં પહેરી રહ્યા છો, તો તમારા હાથમાં બીજા કોઈ રંગનો દોરો ન બાંધવાનું ધ્યાન રાખો. એવું માનવામાં આવે છે કે કાળા દોરાની સાથે બીજા રંગનો દોરો પહેરવાથી તેની શુભ અસરો ઓછી થાય છે અને જીવનમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

એવું માનવામાં આવે છે કે કાળો દોરો પહેરવાથી શનિ અને રાહુ-કેતુના નકારાત્મક પ્રભાવોથી રાહત મળે છે.