
આપણે આપણા ઘરને સુંદર અને આકર્ષક બનાવવા માટે વિવિધ સુશોભન વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. જોકે, ક્યારેક આપણે એવી વસ્તુઓનો પણ ઉપયોગ કરીએ છીએ જે વાસ્તુ અનુસાર અશુભ માનવામાં આવે છે. આ વસ્તુઓ ઘરને સુંદર બનાવી શકે છે, પરંતુ તે વાસ્તુ દોષોનું કારણ પણ બને છે અને ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ કરે છે. ઘણા લોકો તેમના ઘરમાં તાજમહેલનું ચિત્ર કે શોપીસ રાખે છે તો શું આમ કરવું વાસ્તુ શાસ્ત્રની દ્રષ્ટિએ શુભ છે કે અશુભ ચાલો અહીં જાણીએ.

તાજમહેલને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે, તેથી જ ઘણા લોકો તાજમહેલને ભેટ તરીકે આપે છે. જો તમે ઘરે તાજમહેલનો ફોટો અથવા શોપીસ રાખો છો અથવા ભેટ તરીકે આપો છો, તો તમારે તેના શુભ અને અશુભ પરિણામો વિશે ચોક્કસપણે જાણવું જોઈએ.

ઘણા લોકો ઘર સજાવતાં સમયે અજાણતાં એવી ભૂલો કરી બેસે છે, જે વાસ્તુ દોષનું કારણ બની શકે છે. તાજમહેલનો શોપીસ રાખવો અથવા તેની તસવીર લગાવવી ઘણા લોકોને ગમે છે. ઘર ડેકોરેશન માટે કેટલાક લોકો તાજમહેલની મૂર્તિ કે ફોટો લગાવે છે, પરંતુ માન્યતાઓ અનુસાર આવું કરવું યોગ્ય માનવામાં આવતું નથી. દુનિયાની સાત અજાયબીઓમાં સ્થાન પામેલો તાજમહેલ ભલે ખૂબ જ સુંદર અને આકર્ષક હોય, છતાં તેની તસવીર અથવા શો પીસ ઘરમાં રાખવો ટાળવો જોઈએ. ઉપરાંત, તેને ભેટરૂપે આપવું પણ શુભ માનવામાં આવતું નથી.

તાજમહેલનું નિર્માણ શાહજહાંએ પોતાની પત્ની મુમતાઝની યાદમાં કરાવ્યું હતું. હિંદુ માન્યતા મુજબ કબરસ્તાન અથવા સમાધિ સંબંધિત તસ્વીરો કે શોપીસ ઘરમાં રાખવી શુભ માનવામાં આવતી નથી. એવું માનવામાં આવે છે કે આવી તસ્વીરો ઘરમાં નકારાત્મક ઉર્જા લાવી શકે છે. તેથી ઘરમાં તાજમહેલનો શોપીસ અથવા તેની તસવીર લગાવવાનું ટાળવું જોઈએ.

તાજમહેલને દુઃખ, સમાધિ અને મૃત્યુ સાથે જોડાયેલ સ્મારક માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ આવી વસ્તુઓ અથવા તેની પ્રતિકૃતિ ઘરમાં રાખવાથી વાસ્તુદોષ ઊભો થઈ શકે છે. માન્યતા છે કે આવા દોષના કારણે જીવનમાં વિવિધ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ઘરના સભ્યોની પ્રગતિમાં અવરોધ આવે, સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધે અને આર્થિક તંગીનો સામનો કરવો પડે — એવી માન્યતાઓ પણ પ્રચલિત છે. તેથી કેટલાક લોકો ઘરમાં તાજમહેલનો શોપીસ અથવા ફોટો ન રાખવાની સલાહ આપે છે.

આ કારણોસર તાજમહેલની તસવીર અથવા શો પીસ કોઈને ભેટરૂપે આપવું પણ યોગ્ય માનવામાં આવતું નથી. તેને શુભ માનવામાં આવતું નથી એવી માન્યતા પ્રચલિત છે. જો તમારા ઘરે તાજમહેલનો શો પીસ અથવા તેની તસવીર હોય, તો તેને સજાવટ તરીકે રાખવાનું ટાળવું જોઈએ.