
નારંગી રંગ: વાસ્તુ શાસ્ત્ર અનુસાર, બેડરૂમની દિવાલોને નારંગી રંગની ન કરવી જોઈએ. તે બાળકોના રમતગમતના રૂમ માટે સારું છે, પરંતુ બેડરૂમ માટે નહીં. નારંગી ચમકદાર હોઈ શકે છે અને ચીડિયાપણું પણ લાવી શકે છે.

પીળો રંગ ટાળો: વાસ્તુના સિદ્ધાંતો અનુસાર, બેડરૂમની દિવાલોને પીળો રંગ ન કરવો જોઈએ. નારંગીની જેમ, પીળો રંગ પણ તેજસ્વી રંગ માનવામાં આવે છે. તેથી, આ રંગનો ઉપયોગ કરવાથી ચીડિયાપણું થઈ શકે છે.

આ રંગ બેડરુમ માટે શુભ: વાસ્તુ શાસ્ત્ર અનુસાર, બેડરૂમની દિવાલોને આછા લીલા, ગુલાબી અને આકાશી વાદળી જેવા હળવા રંગોમાં રંગવી જોઈએ. આ રંગ પતિ-પત્ની વચ્ચે સકારાત્મકતા અને ખુશી જાળવી રાખે છે.