TV9 GUJARATI | Edited By: Bipin Prajapati
Jan 28, 2022 | 6:09 PM
ઉટી દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાં નીલગીરીની પહાડીઓમાં આવેલું છે, તે ખૂબ જ સુંદર પર્યટન સ્થળ છે. દર વર્ષે ઘણા પ્રવાસીઓ અહીં આવે છે. ઉટીનું આખું નામ ઉદગમમંડલમ(Udhagamandalam) છે. ઊટી કોઈમ્બતુરની ઉત્તરે 86 કિમી અને મૈસુરથી 128 કિમી દક્ષિણે આવેલું છે. જો તમે પણ વેલેન્ટાઈન ડે પર તમારા પાર્ટનર સાથે ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો આ વખતે ઊટી જાવ. આ તમારા માટે શ્રેષ્ઠ સ્થળ સાબિત થશે.
જો તમે ઊટી જાવ તો અહીં ઊટી તળાવની મુલાકાત લેવાનું ભૂલશો નહીં. અહીં તમે કેટલીક ખાસ અને આરામની પળો આરામથી વિતાવી શકો છો.1825માં બનેલું આ તળાવ 2.5 કિલોમીટર લાંબુ છે. ખાસ વાત એ છે કે આ જગ્યાએ ઘણી ફિલ્મોનું શૂટિંગ પણ થયું છે.
8,606 ફીટની ઉંચાઈ પર આવેલ ડોડડાબેટ્ટા પીક(Doddabetta Peak) મુલાકાત લેવા માટે એક અદ્ભુત સ્થળ છે. ઉટીથી 10 કિલોમીટરના અંતરે આવેલું આ શિખર જોવું પોતાનામાં ખાસ છે. તમે અહીં ઘણા મંત્રમુગ્ધ નજારા કેપ્ચર કરી શકો છો.
કામરાજ સાગર તળાવ(Kamaraj Sagar Lake) ઉટી શહેરના બસ સ્ટોપથી લગભગ 10 કિલોમીટરના અંતરે છે. લીલાછમ જંગલોથી ઘેરાયેલું, કામરાજ તળાવ દરેકને પોતાની તરફ આકર્ષવામાં કોઈ કસર છોડતું નથી. આ સ્થાન પર સમય વિતાવવો દરેક માટે ખાસ હોય છે.
1844માં બનેલો ફર્નહિલ પેલેસ(Fernhill Palace) દરેકને પોતાની તરફ આકર્ષે છે. આ મહેલ મૈસુરના મહારાજાનો ઉનાળાનો બંગલો હતો. મહેલની ભવ્યતા તમને પાગલ કરી દેશે. જો તમે ઉટી જવાના છો તો અહીં ચોક્કસ જાવ.
ગુડાલુરથી 8 કિમી દૂર આવેલું, નીડલ રોક વ્યૂ પોઈન્ટ ખૂબ જ સુંદર જગ્યા છે. જણાવી દઈએ કે ઉટીથી ગુડાલુર લગભગ 51 કિમી દૂર છે, આ જગ્યા ટ્રેકિંગ માટે પણ બેસ્ટ છે. કહેવાય છે. નીડલ રોક વ્યુ-પોઇન્ટને તેનું નામ સોય જેવા તેના આકારને કારણે પડ્યું. અહીંના નજારો ખરેખર આંખોમાં વસી જવાના છે.