
માર્ગ અકસ્માતની માહિતી મળતા જ સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પોલીસને પણ જાણ કરી હતી. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે વૈભવીને કારમાં જોઈ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ચૂક્યું હતું. સાથે જ સ્થાનિક લોકોની મદદથી જય સુરેશ ગાંધીને બહાર કાઢીને બંજાર હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

ડીએસપી બંજર શેર સિંહે જણાવ્યું કે બંને બંજરની તીર્થન ઘાટીની મુલાકાત લેવા આવી રહ્યા હતા. ત્યારે તેની સાથે આ અકસ્માત થયો હતો. વૈભવીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી પરિજનોને સોંપવામાં આવ્યું છે. આ સિવાય બંજર પોલીસની ટીમ હવે અકસ્માતનું કારણ શોધવામાં લાગેલી છે.