
પશુ પક્ષીઓના પીંજરામાં ગ્રીન નેટ તથા ઘાસના છાપરા તૈયાર કરવામાં આવ્યા છે સાથે જ પશુ પક્ષીઓને ગરમીમાં ઠંડક મળી રહે તેવો ખોરાક આપવામાં આવી રહ્યો છે.

પ્રાણીઓના ડોક્ટર્સ દ્વારા પણ તકેદારી રાખવામાં આવી રહી છે. જો વધુ ગરમી પડે તો તેના માટે પણ તંત્ર દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે, જેમાં પાણીના ફૂવારા પશુ પક્ષીઓના પિંજરા પાસે લગાડાશે સાથે જ ઘાસ પૂળાની સાથે પ્રાણીઓને ઠંડક મળે તે રીતેની વ્યવસ્થા કરવામાં આવી છે તેવુ વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નરે જણાવ્યું છે. (ઈનપુટ ક્રેડિટ-મનીષ ઠાકર)