
લીંબુની છાલનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી છોડના વિકાસ અને બગીચાના સ્વાસ્થ્ય બંનેમાં સુધારો કરી શકાય છે. લીંબુની છાલમાં કુદરતી એસિડ હોય છે, જે મચ્છર અને નાના જંતુઓને દૂર રાખે છે.

છાલને ખાતર બનાવો અથવા તેને સૂકવીને માટીમાં ભેળવી દો.

લીંબુની છાલને પાણીમાં પલાળી રાખો અને તેને છોડની માટીમાં નાખો. આ છોડ માટે હળવા ખાતર તરીકે કામ કરશે.

બગીચામાં લીંબુની છાલ મૂકીને, તમે પતંગિયા અને નાના જીવોને આકર્ષિત કરી શકો છો. જે છોડના વિકાસમાં મદદ કરે છે. તેમજ છોડને વધારે સુંદર બનાવે છે.

લીંબુની છાલનો ઉપયોગ નાના બગીચાના સાધનો સાફ કરવા માટે પણ થાય છે. તેમજ તેનાથી લિક્વીડ ફર્ટીલાઈઝર પણ બનાવી શકાય છે.

શિયાળામાં છોડનો વધારે વિકાસ થાય તે માટે યોગ્ય સૂર્ય પ્રકાશ મળી રહે તેનું ધ્યાન રાખો.
Published On - 10:28 am, Tue, 18 November 25