
બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક ઉર્વશી રૌતેલા તાજેતરમાં મિસ યુનિવર્સ 2021 માં જજ તરીકે જોવા મળી હતી. આ દરમિયાન તેણે જે ડ્રેસ પહેર્યો તેની કિંમત જાણીને તમારા હોંશ ઉડી જશે.

અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ ડ્રેસની તસવીરો શેર કરી હતી.

મિસ યુનિવર્સ 2021 ઈવેન્ટમાં અભિનેત્રીએ ડિઝાઈનર માઈકલ સિન્કોનો 40 લાખ રૂપિયાનો ડિઝાઈનર ડ્રેસ પહેર્યો હતો. આટલી કિંમતમાં તમે કોઈ નાના શહેરમાં ફ્લેટ પણ લઈ શકો છો.જેને કારણે આ ડ્રેસ હાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

એક્ટ્રેસ ઉર્વશી રૌતલાએ હોલ્ટર ડીપ નેક અને ઓફ શોલ્ડર શિમરી બ્લેક ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

તમને જણાવી દઈએ કે, અભિનેત્રી ઉર્વશી રૌતલા તેની એક્ટિંગની સાથે તેના આઉટફિટને લઈને પણ ખુબ ચર્ચામાં રહે છે.