TV9 GUJARATI | Edited By: Mamta Gadhvi
Mar 10, 2022 | 8:27 AM
ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. આ રાજ્યોમાં આજે મતગણતરી થવા જઈ રહી છે. આ માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ચારે બાજુ પોલીસ બંદોબસ્ત છે, જ્યારે ઘણી જગ્યાએ કલમ 144 લાગુ કરવામાં આવી છે.
લખનૌના એડિશનલ CEO બીડી રામ તિવારીએ કહ્યું કે, સ્ટ્રોંગરૂમની બહાર CAPF સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
વધુમાં બીડી રામ તિવારીએ કહ્યું કે, પોસ્ટલ બેલેટની ગણતરી પૂરી થતાં જ અમે EVM ગણતરીના છેલ્લા રાઉન્ડની શરૂઆત કરીશુ.
ઉત્તરાખંડના મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યુ હતુ કે, તમામ 13 જિલ્લાઓની મત ગણતરી માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. દરેક વિધાનસભા માટે 3 હોલ છે, જેમાં 2 EVMની ગણતરી થશે અને એક પોસ્ટલ બેલેટની ગણતરી થશે.
જ્યારે ઉત્તરાખંડના તમામ 13 જિલ્લામાં 3-સ્તરની સુરક્ષા અને CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ ફોનની પણ મંજૂરી આપવામાં આવી નથી.
હરિદ્વારના ડીએમ વિનય શંકર પાંડેએ જણાવ્યું કે, જિલ્લામાં 11 વિધાનસભા બેઠકો છે. મતગણતરી માટે ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા રહેશે.આ સાથે જિલ્લામાં કલમ 144 અમલમાં રહેશે