
ટ્રસ્ટે તસવીર દ્વારા જણાવ્યું છે કે પહેલા માળનું બાંધકામ ચાલી રહ્યું છે. આ પહેલા ટ્રસ્ટ દ્વારા 6 ઓગસ્ટે એક વીડિયો પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં રામ મંદિર નિર્માણની ઝલક બતાવવામાં આવી હતી.

પહેલા માળે રામ દરબારની સ્થાપના કરવામાં આવશે. રામ મંદિર જાન્યુઆરી 2024માં ભક્તો માટે ખુલશે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પણ જાન્યુઆરીમાં થશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપે તેવી પ્રબળ શક્યતા છે.