
રાજકોટના મુંજકામાં ગણેશ મહોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી. હરિવંદના કોલેજમાં 'હરિવંદના કા રાજા'ની સ્થાપના કરવામાં આવી.

ચંદ્રયાન-3 અને G-20ની થીમ આધારે ડેકોરેશન કરી ગણેશ મહોત્સવની ઉજવણી કરાઈ હતી.બાપ્પાને ફૂલોથી વધાવી લેવાયા હતા.

ગણપતિ બાપ્પાના આગમને ચંદ્રયાન-3ની યાદ તાજી કરાવી દીધી. પ્રજ્ઞાન રોવરની જેમ શ્રીજીનું સોફ્ટ લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

કોલેજમાં તમામ વિદ્યાર્થીઓ અને કોલેજ સ્ટાફ માથા પર પાઘડી પહેરીને ઉજવણીમાં જોડાયા હતા.ભક્તિભાવથી બાપ્પાની આરતી ઉતારી હતી.

ચંદ્રયાન લોન્ચ થયું તે રીતે બાપ્પાને ધરતી પર ઉતારવામાં આવ્યા. ઉજવણીમાં કોલેજના સંચાલકો,વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત તમામ સ્ટાફે પુષ્પવર્ષા કરીને શ્રીજીના વધામણા કર્યા હતા.