Gujarati News Photo gallery Union road and transport minister nitin gadkari in gujarat launch development works vadodara on friday
Vadodara : દુમાડ ચોકડી ઉપર ટ્રાફિકની વર્ષો જૂની સમસ્યા ભૂતકાળ બનશે, જાણો
દુમાડ અને દેણા ચોકડી પર ફ્લાયઓવર બ્રિજનું કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીના હસ્તે લોકાર્પણ થશે. દેણા-દુમાડ ચોકડી પાસે ટ્રાફિકનું ભારણ અને અકસ્માતોનું પ્રમાણ બંને ઘટશે.
1 / 5
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરી તા. 2 જૂન 20223 ના રોજ વડોદરા નજીક નેશનલ હાઇ-વે પર આવેલા દુમાડ અને દેણા ચોકડી પર અંદાજે 54 કરોડના ખર્ચે તૈયાર થયેલા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરશે. ત્યારબાદ તેઓ દુમાડ જંક્શન ખાતે જાહેરસભાને સંબોધન કરશે.
2 / 5
બંને બાજુ સર્વિસ રોડ સાથે તૈયાર થયેલા આ 12 લેનના ફ્લાયઓવર બ્રિજથી વર્ષો જૂની ટ્રાફિક સમસ્યાનો તો સુખદ અંત આવશે જ, સાથે અકસ્માતોના બનાવોમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાશે.
3 / 5
અત્યાર સુધી દુમાડ ચોકડી પાસે દુમાડ, સાવલી, વડોદરા શહેર, નેશનલ હાઈવે નંબર-8 અને એક્સપ્રેસ વે આ તમામનું ટ્રાફિક ભેગું થતું હતું. જેના કારણે અહીં વાહનોની લાંબી કતારો લાગવાથી ઇંધણના બગાડ સાથે એક વાહનચાલકનો સરેરાશ 35 મિનિટ જેટલો સમય પણ બગડતો હતો.
4 / 5
ફ્લાયઓવર બ્રિજના લોકાર્પણ બાદ વડોદરાથી દેણા ગામ થઇ સાવલી તરફ જનારા લોકો તેમજ સાવલીથી દેણા ગામ થઇ વડોદરા આવનારા લોકો અકસ્માતના ભય વગર હાઇવે ક્રોસ કરી શકશે.
5 / 5
સપ્ટેમ્બર-2021 માં કેન્દ્રીય મંત્રી ગડકરીના હસ્તે વડોદરા નજીક દુમાડ ચોકડી ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-48 અને એક્સપ્રેસ વે પર વડોદરા-સાવલી જંક્શનના સુધાર કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
Published On - 11:50 pm, Thu, 1 June 23