કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સૌરાષ્ટ્રના પ્રવાસે છે,તેઓ 1 ડિસેમ્બર 2023 એટલે કે શુક્રવારે મોડી સાંજે સોમનાથ પહોંચ્યા હતા. ત્યાં રાત્રી રોકાણ કર્યા બાદ આજે સવારે સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા હતા. સોમનાથ મંદિરમાં અમિત શાહે સહપરિવાર શીશ ઝુકાવ્યુ હતુ અને ભગવાન શિવના આશીર્વાદ મેળવ્યા હતા.