
નેનો ટેકનોલોજીના ઉપયોગના કારણે આજે નેનો યૂરિયા થેલીઓને બદલે બોટલમાં ખેડૂતોને મળતું થયું હોવાની વાત પ્રધાને કરી હતી. આગળ પણ કહ્યુ કે, ડેરી ઉધોગ સહિતના ક્ષેત્રે ટેક્નોલોજીના ઉપયોગ થકી આજે આપણે આગવું સ્થાન ધરાવતાં થયાં છીએ.

મત્સ્યોદ્યોગ સહિતના વિવિધ ક્ષેત્રોમાં નવા આઈડિયા અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને સહિયારા પ્રયાસો થી મોદીના વિકસિત ભારત-2047 વિઝનને સાકાર કરવાનું છે એમ તેઓએ કાર્યક્રમમાં ઉપસ્થિતોને કહ્યુ હતુ.
Published On - 5:01 pm, Sat, 30 December 23